SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આ શુધ્ધસામાયિકવાળા મહામુનિઓ પણ તેવા પ્રકારનાં (રાગ-દ્વેષ-મહાદિ) કિલષ્ટકર્મોનો વિનાશ થયેલો હોવાથી અતિશય નિર્મળ ભાવવાળા હોવાથી, ભિક્ષાટન અને ભિક્ષાટન એમ બન્નેમાં સમવૃત્તિવાળા હોવા છતાં માત્ર આજ્ઞાયોગથી ભિક્ષાટનાદિ ક્રિયામાં પ્રવર્તે છે. ચક્ર જેમ ઇચ્છામુક્ત હોવા છતાં દંડના યોગમાત્રથી ભમે છે. તેમ આ મુનિઓ ઇચ્છામુક્ત હોવા છતાં પણ આજ્ઞાયોગ માત્રથી ભિક્ષાટનાદિ કરે છે. એમ હાર્દ સમજવું. प्रवृत्तावाज्ञायोगेन तथाक्रियायामपि तद्योगे तु द्रव्यत्वप्रसङ्गात् एकदोपयोगद्वयाभावात्, वीतरागस्य वा तद्योगात् क्षायिकज्ञानोपपत्तेः आज्ञायोगस्य च क्षायोपशमिकत्वाद् न युक्तिमदटनादीति વિપદાથોપત્રમાદિ - “પૂર્વાનુથતશૈવ' = 03યો માપ तत्सामर्थ्य विशेषतश्चक्रभ्रमणवदेवाज्ञायोगाभावेऽपि तत्पूर्वानुवेधत एवाटनादि नवरमिति, एवं न कश्चिद् दोषः । इति गाथार्थः। ॥१९॥ પ્રશ્ન :- આ મુનિઓ આજ્ઞાયોગથી તેવા પ્રકારની ભિક્ષાટનાદિ ધર્મક્રિયામાં પ્રવર્તે છે. એમ માને છતે તે આજ્ઞાયોગનો યોગ હોતે છતે પણ આ ધર્મક્રિયાઓને દ્રવ્યક્રિયા થવાનો જ પ્રસંગ આવશે. આજ્ઞાયોગપૂર્વક ધર્મક્યિા કરે તેમાં જ્યારે ઉપયોગ તીર્થકર ભગવન્તોની આજ્ઞામાં હોય ત્યારે ધર્મક્રિયાઓમાં ઉપયોગ ન હોવાથી તે ધર્મક્રિયા દ્રવ્યક્રિયા જ થશે અને જ્યારે ઉપયોગ ધર્મક્રિયામાં હશે ત્યારે તે ધર્મક્રિયા આજ્ઞાયોગના ઉપયોગ વિનાની બનવાથી પણ દ્રવ્યક્રિયા જ બનશે. એક કાળે એક જીવને એક જ ઉપયોગ હોય છે ધર્મક્રિયામાં અને આજ્ઞાયોગમાં એમ બન્નેમાં બે ઉપયોગો એક કાળે હોઈ શકતા નથી. માટે ઉપયોગશૂન્ય થવાથી દ્રવ્યક્રિયા થવાનો પ્રસંગ આવશે ? હવે કદાચ તમે એવો ઉત્તર આપો કે આ શુધ્ધસામાયિકવાળા મહામુનિઓ વીતરાગ છે. વીતરાગ હોવાથી સદા ઉપયોગમય જ છે. તેઓને ઉપયોગ મૂકવાનો હોતો નથી. તેથી વીતરાગ એવા આ મુનિઓને તાત્ = તે આજ્ઞાયોગ હોવાથી ભિક્ષાટનાદિ ક્રિયા ઘટી શકશે, એટલે કે આજ્ઞાયોગ હોવા છતાં વીતરાગ હોવાથી સદાકાળ ઉપયોગમય જ હોવાથી ધર્મક્રિયા (ભિક્ષાટનાદિ) થઈ શકશે. આવું જો તમે કહો તો તે તમારો ઉત્તર બરાબર નથી. કારણ કે જો આ મુનિઓ વીતરાગ હોય તો વીતરાગાવસ્થા આવે છતે અંતર્મુહૂર્તમાં જ નિયમ ક્ષાયિકજ્ઞાન (કેવળજ્ઞાન) ની ઉત્પત્તિ થાય જ છે. તેથી આ મુનિઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ માનવી જ પડશે, અને I યોગશકે કn. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy