________________
તો નથી પરંતુ તે પૂર્ણસામાયિકની સામગ્રીભૂત (કારણભૂત) એવું પ્રાથમિક આંશિક સામાયિક જે છે તેનો પણ અયોગ થવાથી કદાપિ પૂર્ણસામાયિક પ્રગટશે જ નહિ. કારણ કે પૂર્વકાલવર્તી સામગ્રીનો જો અયોગ હોય તો ઉત્તરકાલવર્તી પૂર્ણકાર્ય કેમ પ્રગટ થાય ? અર્થાત્ ન જ થાય. અને જો તે માષતુષાદિ મુનિઓને પ્રથમથી જ સર્વથા સમભાવ રૂપ સમતાની પ્રાપ્તિ માનવામાં આવે તો ત્યાં જ છઠ્ઠા-સાતમા ગુણઠાણે જ સંપૂર્ણપણે સર્વભાવો પ્રત્યે સમતા પ્રાપ્ત થયે છતે ત્યાં જ વીતરાગાવસ્થાની પ્રાપ્તિ થઈ જાય. અને જો એમ થાય તો એટલે છટ્ટે-સાતમે ગુણ ઠાણે જ વીતરાગવસ્થા પ્રાપ્ત થઈ જાય તો પૂર્વે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં ચીકણાં તીવ્ર કર્મોનું ત્યાં તદન પરમાર્થથી અર્કિંચિત્કરપણું જ બની જાય. કર્મો નિર્માલ્ય જ બની જાય. કારણ કે ઉદિતકર્મો જે વીતરાગ અવસ્થાનો પ્રતિબંધ કરનાર હતાં તે વીતરાગાવસ્થા તો તે કર્મો ઉદિત હોવા છતાં પણ પ્રગટ થઈ જ ગઈ. માટે પ્રથમથી જ વીતરાગતા આવી જાય તે માર્ગ ઉચિત નથી તથા ઉદિતકર્મો કિંચિત્કર છે. એટલે કે તે કર્મો પોતાનો પ્રભાવ બતાવે જ છે એમ જો માનીએ તો પેકપેટી પ્રાપ્ત થઈ હોય તો કાળાન્તરે ઉપાયાન્તરોથી ખુલ્લી પેટી રૂપ જેમ બને છે. તેમ પ્રાથમિક સામાયિક મળ્યું હોય તો કાળાન્તરે ઉપાયાન્તરોથી પૂર્ણશુધ્ધસામાયિક મળે જ છે. એવો ઉપરોક્ત જે ન્યાય છે તેને ઉલ્લંઘીને પ્રથમથી જ આ માષતુષાદિ મુનિને સમગ્રતા (પૂર્ણ શુદ્ધ સામાયિકદશા) ઘટતી નથી. સારાંશ કે પેકપેટીની જેમ પ્રથમ અધોભાગવત્ સામાયિક પ્રાપ્ત થાય છે, અને કાળાન્તરે જ ઉપરિભાગવત્ પૂર્ણસામાયિકની પ્રાપ્તિ થાય છે.
અન્યદર્શનકારો વડે પણ કહેવાયું છે કે :- હે ભિક્ષુઓ ! પ્રથમ જે સમ્યગ્ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે તે સમૃત સારી રીતે ભરેલા અને અતિશયગુપ્ત એવા રત્નોના કરંડીયાની પ્રાપ્તિતુલ્ય છે.
સારાંશ એ છે કે માષતુષાદિ મુનિઓને અને પૂર્વધરોને એક જ શુધ્ધ સામાયિકની પ્રાપ્તિ છે. એક જ એપાર્ટમેન્ટમાં રહેતી બે વ્યક્તિની જેમ, માત્ર એક અધોભાગવત્ છે અને બીજો ઉપિરભાગવત્ છે. એક પેકરત્નની પેટીની પ્રાપ્તિ તુલ્ય છે અને બીજો ખુલ્લી રત્નોની પેટીની પ્રાપ્તિ તુલ્ય છે. એક અધ્યવસાયસ્થાનોના અધોભાગવત્ કંડકોમાં છે. અને બીજો ઉપરિભાગવત્ કંડકોમાં છે. ઇત્યાદિ || ૧૮ ||
Jain Education International
·
યોગત - ૧ /
For Private & Personal Use Only
www.jainelibrary.org