SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તે દૂધ જેવા પેયમાં ભળ્યું હોય તો પણ મારક જ બને છે. તેની જેમ “અભિધ્વંગ” એ પણ એક પ્રકારનું વિષ જ છે. પછી ભલે તે ધર્માનુષ્ઠાનોમાં ભળ્યું હોય તોપણ ઘાતક જ છે. ધર્માનુષ્ઠાનોમાં કરાતો આ અભિવૃંગ વસ્ત્રાદિને ધોવા દ્વારા ઉજ્જવળ કરતાં કરતાં અંદર પડેલા અંજનના બિન્દુના ડાઘ સમાન છે. આવા પ્રકારના રાગ યુક્ત ધર્માનુષ્ઠાનોવાળા મુનિ ધર્મ ઉપરના રાગથી અમુનિ કહેવાય છે. સાધુ પણ રાગને પરવશ થયા છતાં અસાધુ જ કહેવાય છે. એમ અન્ય દર્શનકારોએ પણ ઉપર મુજબ કહેલું છે. ધર્માનુષ્ઠાનો ઉપરનો રાગ વ્યવહારથી શુભ હોવાથી પુણ્ય બંધનો હેતુ બને, દેવગતિ આદિ સાંસારિક સુખોનો પ્રાપક બને, પરંતુ કર્મનિર્જરા અને મુક્તિનું કારણ બનતો નથી તેથી જ આ રાગપૂર્વક કરાયેલી ધર્મારાધના તે કાર્પપણે (સંપૂર્ણયથાર્થપણે ) અનારાધના જ છે. જેમ પ્રભુ મહાવીરસ્વામિ ઉપર ગૌતમ સ્વામીએ કરેલો રાગ (તે વ્યવહારથી ઉત્તમ પાત્ર ઉપર હોવાથી શુભ હોવા છતાં પણ) મુક્તિનો પ્રતિબંધક જ બન્યો. આ દૃષ્ટાન્ત અહીં સમજી લેવું. આ વિગેરે કારણોથી ઉત્પન્ન થનારું આ શુધ્ધ સામાયિક વિશિષ્ટ એવા તત્ત્વસંવેદન સ્વરૂપ શ્રુતજ્ઞાનમાંથી પ્રગટ થતું હોવાથી ચૌદપૂર્વધર આદિ સર્વે મહાત્મા પુરુષોને હોય છે. સામાન્ય માણસોમાં આવું આ શુધ્ધ સામાયિક હોતું નથી એથી જ આચાર્યશ્રીએ કહ્યું છે કે : आवरणापगमभेदतश्चैव चारित्रमोहनीयावरणापगमविशेषाच्चेति भावः, किम्? इत्याह -"इति द्रष्टव्यम्" = एतत्सामायिकंशुद्धमेवंद्रष्टव्यम्, परमार्थत उभयभाववृद्धया तात्त्विकमिति । यद्येवं माषतुषादीनामादौ कथमेतत् ? इत्याह - “થન' = સામાયિ છેતોપાધ્યાપિકાથોર્તિ વિમ? રૂાદ અહિ તટસ્થપણે જ્ઞાનીની વાત સમજવા જેવી છે. કુવામાં પડેલા માણસને લાંબી સાંકળ હાથમાં આવી, જોર-શોરથી મજબૂત પકડી છતાં ઉપરનો ભાગ જેમ જેમ મજબૂત પકડાતો જાય તેમ તેમ મજબૂત પકડેલો પણ નીચેનો ભાગ છોડવો જ પડે, તો જ તે કુવા ઉપર આવી શકે. તેની જેમ સંસારિક રાગોને દૂર કરવા જે ધર્મરાગ સ્વીકાર્યો તે રાગ પણ અત્તે રાગ હોવાથી પ્રતિબંધ જ કરનાર છે. માટે ઉપરના ગુણસ્થાનકોમાં તે ધર્મરાગ પણ ત્યજવા જેવો જ છે. એકાન્ત વ્યવહારનયના પક્ષપાતી જીવો આ વાત સહી શક્તા નથી. ખળભળી જાય છે. અને તેથી ત્યાં જ રાચ્યા-માચ્યા રહ્યા છતા તત્વથી વિકાસ પામતા નથી. જેમ જેમ નિશ્ચય પ્રાપ્ત થતો જાય તેમ તેમ નીચેનો વ્યવહાર શુભ હોવા છતાં પણ છોડવા જેવો જ છે, પરંતુ એકાન્ત નિશ્ચયવાદીના જેમ એકાત્ત વ્યવહારવાદી પણ પક્ષપાતી જ છે. સાચા આરાધક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy