________________
છે. અને ચારિત્ર મોહનીય કર્મ અભાવાત્મકપણે કારણ છે. તત્ત્વસંવેદનજ્ઞાનની વિદ્યમાનતા, અને ચારિત્ર મોહનીય કર્મનો અપગમ જેમ જેમ વૃધ્ધિ પામે તેમ તેમ શુધ્ધ સામાયિકની વૃદ્ધિ થાય છે. અને આ બન્નેના હ્રાસથી શુધ્ધસામાયિકનો હ્રાસ થાય છે.
સાંસારિક ભોગ સુખો જેમ હેયછે અને મુક્તિપ્રાપકધર્માનુષ્ઠાનો જેમ ઉપાદેય છે. તેની જેમ જ રાગ-દ્વેષ પણ હેય છે અને સમભાવ જ ઉપાદેય છે. તેથી સાંસારિક ઈષ્ટ ભોગસુખો ઉપરનો રાગ, અનિષ્ટ વિષયો ઉપરનો લેપ જેમ ત્યજવા લાયક છે તેમ આગળના ગુણસ્થાનકોમાં ચડવા માટે શાસ્ત્રોમાં વિહિત ધર્માનુષ્ઠાનો ઉપરનો રાગ, અને શાસ્ત્રનિષિદ્ધ પ્રાણાતિપાતાદિ પાપકાર્યો ઉપરનો દ્વેષ પણ ત્યજવા લાયક છે. આપણું શરીર અને શરીરનો એકેક ભાગ ઘણો જ રૂપાળો-દેખાવડો અને ભભકાદાર ભલે હોય, પરંતુ જો તેના એક ભાગમાં સર્પદંશ થયો હોય અથવા સડી ગયો હોય તો તેનો છેદ જ કરવો પડે, તોજ શેષ અંગ બચી શકે, કારણ કે વિષ એ અત્તે વિષ જ છે. મારક જ બને. તેની જેમ કોઈ પણ વિષય ઉપરનો અભિન્કંગ (આસક્તિ) એ વિષ જ છે,મારક જ છે. તેથી વિહિત ધર્માનુષ્ઠાનો ઉપરનો રાગ, અને પ્રતિષિદ્ધ એવાં પાપકાર્યો ઉપરનો દ્વેષ એ પણ મહાવિષ જ છે. તેથી સર્પથી ડંખાયેલા અંગના છેદાદિ ઉદાહરણોથી શાસ્ત્રવિહિત ધર્માનુષ્ઠાનો ઉપરની આસક્તિ રૂપવિષનો ત્યાગ, અને તત્ત્વસંવેદનજ્ઞાનાદિથી ગર્ભિત, આ બન્ને કારણોથી કરાયેલું સામાયિક તે શુધ્ધ સામાયિક છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. એકાત્તે અનાસક્તિભાવે જ કરાતું ધર્માનુષ્ઠાન શ્રેયસ્કર છે. માટે કાંટો કાઢવા નંખાયેલી સોય કાંટો નીકળ્યા પછી જેમ કાઢી નાખવી જોઈએ, તથા મલશુધ્ધિ માટે જ લેવામાં આવતું ઔષધ મલશુધ્ધ થયે છતે જેમ ત્યજી દેવું જોઈએ, તેમ સાંસારિક રાગ-દ્વેષ દૂર કરવા માટે જ આલંબન રૂપે લીધેલો વિહિતધર્મકાર્યોમાં રાગ અને નિષિદ્ધ પાપકર્યો ઉપરનો ઠેષ પણ હવે ત્યજી દેવો જોઈએ અને એકાત્તે અનાસક્તિભાવે કરાયેલું સામાયિક જ શુધ્ધસામાયિક કહેવાય છે અને તે આ રીતે પ્રાપ્ત થાય છે.
અન્યદર્શનકારો વડે પણ આ પ્રમાણે કહેવાયું છે કે –
તત્ત્વ ઉપરનો અભિન્કંગ (આસક્તિ-રાગ) પણ તાત્વિક રીતે “અતત્ત્વસ્વરૂપ” જ છે. તેથી આત્માનો ઉપકાર થતો નથી. પરંતુ ઉપકાર કંઠિત થઈ જાય છે અને કાલાન્તરે આત્માનું પતન થાય છે. જેમ વિષ એ વિષ જ છે, ઘાતનું જ કામ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org