________________
(૧) વિષયપ્રતિભાસજ્ઞાન, (૨)આત્મપરિણતિમજ્ઞાન, અને (૩) તત્ત્વસંવેદનજ્ઞાન, તે ત્રણનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે :
(૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઘણું સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. પરંતુ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બન્ને મોહનીયકર્મોનો સાથે તીવ્ર ઉદય પ્રવર્તતા હોય જેના લીધે હેયભાવોને ઉપાદેય જાણી રાચી-માચીને તેમાં પ્રવર્તે અને ઉપાદેયભાવોને હેય સમજી અધ્યાત્મદષ્ટિથી દૂર દૂર વ. આવું વકીલ-ડોકટર એંજીનીયરાદિ વિષયોનું ભૌતિક સૂક્ષ્મજ્ઞાન તે વિષયપ્રતિભાસજ્ઞાન.
(૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઘણું સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેની સાથે દર્શનમોહનીય કર્મનો પણ ક્ષયોપશમ કર્યો હોય અને ચારિત્રમોહનીયનો હજુ ઉદયપ્રવર્તતો હોય ત્યારે તે જ્ઞાન હેયભાવોમાં હેયબુધ્ધિ જ કરાવે, ઉપાદેયભાવોમાં ઉપાદેયબુધ્ધિ જ કરાવે. ફક્ત જીવનમાં આચરણ રૂપે જ ન પ્રવર્તે, આવું જે જ્ઞાન તે આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે.
(૩) જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, અને ચારિત્રમોહનીય એમ ત્રણે કર્મોનો તીવ્ર ક્ષયોપશમ થવાથી મિથ્યાભાવ વિનાનું, અને રાગ-દ્વેષ વિનાનું યથાર્થ જે જ્ઞાન તે તત્ત્વસંવેદનજ્ઞાન.
આ ત્રણે જ્ઞાનો અનુક્રમે મિથ્યાદષ્ટિને, સમ્યગ્દષ્ટિને અને ચારિત્રવાન્ આત્માને થાય છે. ઉત્તરોત્તર વધુ ને વધુ નિર્મળ છે. આ ત્રણે જ્ઞાનોને અનુક્રમે અજ્ઞાન, સમ્યજ્ઞાન અને મહાસભ્યજ્ઞાન પણ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં અન્તિમ ત્રીજુ જ્ઞાન તાત્ત્વિક છે. અસાધારણ છે અને વિશિષ્ટ છે. શુધ્ધ સામાયિકની પ્રાપ્તિમાં આ ત્રીજુ તત્ત્વસંવેદનજ્ઞાન અસાધારણ કારણ છે. તથા રાગ-દ્વેષ વિનાના આવા પ્રકારના શુધ્ધસામાયિકને ચારિત્રમોહનીય કર્મનો ઉદય રાગ-દ્વેષ કરાવવા વડે પ્રાપ્ત થવા દેતું નથી. ઢાંકી રાખે છે. રોકી રાખે છે તેથી ચારિત્રમોહનીયકર્મને આવરણ કહેવાય છે. તેવા પ્રકારના તે ચારિત્રમોહનીયકર્મ રૂપ આવરણનો અપગવિશેષ થવાથી જ આ શુધ્ધ સામાયિકની પ્રાપ્તિ થાય છે. શુધ્ધસામાયિકની પ્રાપ્તિનાં બે કારણ ગાથામાં બતાવ્યાં છે. (૧) ભાવાત્મક = વિદ્યમાન સ્વરૂપ, (૨) અભાવાત્મક = અવિદ્યમાન સ્વરૂપ, જેમ દાહાત્મક કાર્ય કરવામાં અગ્નિ વિદ્યમાન કારણ છે. અને પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિનો અભાવ તે અવિદ્યમાન પણે પણ કારણ છે. તેવી રીતે શુધ્ધસામાયિકની પ્રાપ્તિમાં તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન વિદ્યમાન સ્વરૂપે કારણ
Brોગશક છે પાપ n.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org