________________
'भूषणस्थानादिप्राप्तिसमं" रत्नालङ्गारकरण्डकप्राप्तितुल्यम्, आदिशब्दाद् हिरण्यवसनादिप्राप्तिपरिग्रहः । अत्र हि न किञ्चित् तत्तदन्तर्यत्नावाप्तमोघेन अथ च कालान्तरेणोपायतः तद्विशेषावाप्तिः । एवमोघतोऽपि सामायिकावाप्तौ विशिष्टक्षयोपशम भावतस्तथाऽवन्ध्यबीजभावत्वेन कालोपायान्तरापेक्षायामपि तत्त्वतस्तद्भेदावाप्तिसिद्धिः, अन्यथा सामायिकसामग्य्राऽयोगात् सर्वथा सर्वभावसमतायां आदित एव वीतरागत्व प्राप्तेः कर्मणस्तत्र परमार्थतोऽकिञ्चित्करत्वात्, किञ्चित्करत्वे तुनोक्तन्यायातिरेकेण समग्रताऽस्येति परिभावनीयम् । तथाऽन्यैरप्युक्तम् - "सम्भृतसुगुप्तरत्नकरण्डकप्राप्तितुल्या हि મિક્ષવ: ! પ્રથમસદ્ધર્મસ્થાનાવાપ્તિઃ'' । કૃતિ થાર્થઃ ॥ ૨૮ ॥
ટીકાનુવાદ - આવા શુધ્ધ સામાયિકની પ્રાપ્તિમાં જેમ તત્ત્વસંવેદનજ્ઞાન છે. તેમ ‘‘આવરણાપગમભેદ” પણ કારણ છે. એટલે કે રાગદ્વેષાદિ દોષોથી મુક્ત શુધ્ધ સામાયિકનું આવરણ-આચ્છાદન કરનાર જે ચારિત્રમોહનીયકર્મ, તેનો અપગમ (વિનાશ-ડ્રાસ) થવાના પ્રકારથી જ આ સામાયિક આવે છે. સારાંશ કે તત્ત્વસંવેદનજ્ઞાન વિદ્યમાન સ્વરૂપે, અને ચારિત્રમોહનીય રૂપ આવરણનો અભાવ થવા રૂપ અવિદ્યમાન સ્વરૂપે કારણ છે. આ બન્ને કારણો મળવાથી શું પ્રાપ્ત થાય છે ? આ શુધ્ધ સામાયિક ઉપરોક્ત બે કારણોથી આ રીતે પ્રાપ્ત થાય છે. એમ જાણવું ઉભયભાવની (તત્ત્વસંવેદનશાનનું હોવાપણું, અને ચારિત્ર મોહનીય કર્મનું નહિ હોવા પણું એમ આ બન્ને કારણોની) જેમ જેમ વૃધ્ધિ થાય છે તેમ તેમ આ સામાયિક તાત્ત્વિકપારમાર્થિક-યથાર્થ-શુધ્ધ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન :- જો આ પ્રમાણે તત્ત્વસંવેદનજ્ઞાન અને આવરણાપગમ વિશેષ થવાથી જ શુધ્ધસામાયિક થતું હોય અને તે પણ ચૌદપૂર્વધર મહાત્મા મુનિઓને જ થતું હોય તો ‘“માષતુષ’” આદિ અલ્પજ્ઞ મુનિઓને આ શુધ્ધસામાયિક થયું છે તે વાત કેમ સંગત થશે ? માષતુષ આદિ અલ્પજ્ઞ મુનિઓને કેવળજ્ઞાન થયેલ છે. કેવળજ્ઞાન શુધ્ધસામાયિક વિના થાય નહિ. તેથી તેઓને પણ શુધ્ધ સામાયિક થયેલું છે. તે નક્કી સાબીત થાય જ છે. અને તમે તો ઉપર ચૌદપૂર્વધરને જ થાય તેમ કહો છો તો આ બન્ને વાત કેમ સંગત થશે ?
ઉત્તર ઃ-છેદોપસ્થાપનીયાદિ જે સંયમ છે તે સંયમમાં ભિન્ન ભિન્ન આત્માઓને આશ્રયી તરતમભાવે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ પરિણામો-અધ્યવસાયસ્થાનો
// યોગશતઃ - ૫
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org