________________
રહેલા, અને વિક્ષિત ઇષ્ટ, પુર નગરે, પ્રાપ્તિ જવાની ઇચ્છાવાળા, સઘોળતા = દેખતા ઉત્તમ પુરુષના યોગપણાથી, સમેત =સહિત-યુક્ત એવા, અન્ધવત્ આંધળા માણસની જેમ, શેષ અર્થ ઉપલક્ષણથી જોડવો.)
(૨) શ્રધ્ધાવાન્ = તત્ત્વ પ્રત્યે અતિશય શ્રધ્ધાવાળો, કારણ કે તે તત્ત્વો પ્રત્યેની શ્રધ્ધામાં પ્રત્યેનીકભૂત (શત્રુભૂત) એવા કલેશોનો અતિશય હ્રાસ થયેલો છે. માટે શ્રધ્ધાવાળો, જે આત્માને જે વિષય ઉપર અતિશય શ્રધ્ધા હોય છે તે આત્માને તે વિષય ઉપર અપ્રીતિ-દ્વેષ-ઉદ્વેગ-શારીરિક પરિશ્રમ આદિ શત્રુતુલ્ય ભાવો હોતા નથી. આ બાબત ઉપર એક દૃષ્ટાન્ત સમજાવે છે કે - ધરતીમાં દાટેલો સત્ સમ્યક્ એવો નિધિ =ભંડાર મેળવવામાં પ્રવર્તેલ, અને તે ભંડાર મેળવીને ભાવિમાં તેનો ભોક્તા બનનાર, એવા તે પુરૂષને તે નિધિ મેળવવાની બાબતમાં શુકન જોવાં, ઇષ્ટદેવનું સ્મરણ કરવું. ઇત્યાદિ વિધિમાં જેમ અપૂર્વ શ્રધ્ધા હોય છે, તેની જેમ માર્ગાનુસારી બનેલા આ મહાત્માને અનંતજ્ઞાનાદિ રૂપ આત્મભંડાર મેળવવામાં અને તેનો ભાવિમાં ભોક્તા બનવામાં, તે ભંડારની પ્રાપ્તિની વિધિ પ્રત્યે અને તેની વિધિ બતાવનારા આપ્તપુરુષો પ્રત્યે અતિશય શ્રધ્ધા હોય છે.
આ શ્રધ્ધા નામનો બીજો ગુણ આવવા વડે ઉત્તર એવા પ્રજ્ઞાપનીય નામના ત્રીજા ગુણનો યોગ પ્રાપ્ત થાય છે. તે પ્રજ્ઞાપનીય એવો ત્રીજો ગુણ કેવો છે ? તે જણાવે છે કે પાપિષ્ઠ એવા અશુભયોગો રૂપ જે ધર્મના પ્રતિબંધક ભાવો-(આળસઉદાસીનતા, અપ્રીતિ, સંસારરાગ, સુખરાગ, દુઃખદ્વેષ, ઇત્યાદિ)ના નાશના કારણભૂત એવો આ પ્રજ્ઞાપનીય ગુણ છે. આવા પ્રકારનો આ પ્રજ્ઞાપનીય નામનો ત્રીજો ગુણ આ શ્રધ્ધા નામના બીજા ગુણ વડે પ્રાપ્ત થાય છે. એટલે હવે તે ત્રીજા ગુણને સમજાવે છે
=
=
Jain Education International
=
=
(૩) પ્રજ્ઞાપનીય = ઉપરોક્ત બે ગુણો આવવાથી આત્મભંડાર મેળવવાની એવી તાલાવેલી લાગે છે કે ગુરુ પ્રત્યે સમર્પિત બને છે સરળ બને છે. નમ્ર બને છે. તેથી ગુરુ દ્વારા શિખામણ દેવાને યોગ્ય બને છે.
આ વિષય ઉપર પણ દૃષ્ટાન્ત સમજાવે છે કે - સુંદ૨ ભંડારને મેળવવામાં પ્રવર્તેલા અને ભાવિમાં ભોક્તા બનનારા પુરુષને તે ભંડારસંબંધિ વિધિમાં અપૂર્વશ્રધ્ધા થવાથી તે વિધિ સમજાવનારા આપ્ત પુરુષ પ્રત્યે જેમ અતિશય સદ્ભાવ-બહુમાન થાય છે. તે આપ્તપુરુષો જેમ કહે તેમ વિધિપૂર્વક સાંભળે છે. આચરે છે. જરા
યોગગઈ ?
For Private & Personal Use Only
=
www.jainelibrary.org