________________
ગાથાર્થઃ - તથા ચારિત્રવાન્ આત્મા (૧) માર્થાનુસારી, (૨) શ્રધ્ધાવાનું, (૩) પ્રજ્ઞાપનીય, (૪) ક્રિયામાં તત્પર, (૫) ગુણાનુરાગી, અને (૬) પોતાનાથી શક્ય એવાં ધર્મકાર્યોના આરંભથી યુક્ત હોય છે. પા.
ટીકાનુવાદ :- (૧) “માર્ગાનુસારી” = જૈન શાસનના ચારિત્રસ્વરૂપ ત્યાગમાર્ગને અનુસરવા પણું. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોનું આવરણ કરનારાં હોવાથી આત્માના પતનનું કારણ છે. તથાપિ તે આઠમાં મોહનીય કર્મ મિથ્યા ભાવો ઉત્પન્ન કરનાર હોવાથી પતનનું સવિશેષકારણ છે. અહીં સુધી આવેલો આત્મા સમ્યકત્વ પામેલો હોવાથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ કરી ચુક્યો છે. તેથી હવે ચારિત્રમોહનીય કર્મનો (તેમાં પણ દેશ-સર્વ ચારિત્રનો પ્રતિબંધ કરનાર એવા અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીયકષાયે તથા તેને સહયોગ આપનાર નવ નોકષાય રૂ૫ ૪+૪+૯=૧૭ પ્રકૃતિઓનો) ક્ષયોપશમવિશેષ થવાથી અનંત ઉપકારી તીર્થકર ભગવન્તોએ બતાવેલા ત્યાગમય ચારિત્રરૂપ ધોરી માર્ગે અનુસરવાની આ આત્માને બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
આ ત્યાગમય ચારિત્રમાર્ગને અનુસરવાપણું એ જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું અવધ્યકારણ છે. તેના ઉપર એક દૃષ્ટાન્ત સમજાવે છે કે – જેમ એક જંગલમાં કોઈ અંધ પુરુષ ભૂલો પડ્યો, તેને પોતાના ઈષ્ટનગરે પહોંચવું છે. તેવામાં તેને બીજા દૃષ્ટિવાળા સન્દુરુષનો યોગ થયો, ત્યાર પછી મળી ગયેલા તે પુરુષની આંગળીએ જો તે અંધ ચાલે પરંતુ પોતાની ઇચ્છા મુજબ આડી-અવળો ન ચાલે તો અલ્પસમયમાં સ્વ-ઇષ્ટ- નગરે પહોંચી શકે છે. તેની જેમ આપણો આ આત્મા અનાદિકાળથી સંસાર રૂપી કાન્તારમાં ભૂલો પડેલો છે. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયથી અજ્ઞાની અને મિથ્યાજ્ઞાની હોવાથી અંધ છે. મોક્ષરૂપ ઈષ્ટનગરે પહોંચવું છે. તેવામાં અનંત ઉપકારી પરમાત્મા વીતરાગ દેવ અને તેમના જ માર્ગને યથાર્થ અનુસરનારા અને દૃષ્ટિવાળા એવા, ગુરુ રૂપ સત્પષનો યોગ થઈ ગયો. હવે તેઓની આંગળીએ (તેઓએ બતાવેલા માર્ગે) આ આત્મા ચાલે તો અવશ્ય ઈષ્ટ નગર એવા મોક્ષનગરે પહોંચે જ. કારણ કે આ માર્ગે ચાલતાં અવશ્ય તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષનું સાધકતમ કારણ છે. માટે “માર્ગાનુસારિતા” એ ચારિત્રીયાનું પ્રથમ લિંગ છે. (ટીકાની અંદરની પંક્તિનો અર્થ આ પ્રમાણે – વિસ્તાર = જંગલમાં, તો
યોગાદક છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org