________________
અપગમવિશેષ થવાના કારણથી જ ખરેખર આ નિવૃત્તપ્રકૃત્યધિકારિપણું આવે છે. અર્થાત્ કર્મપુદ્ગલોમાંથી ગ્રાહ્યસ્વભાવનો અપગમ થવાથી અને આત્મામાંથી ગ્રાહક સ્વભાવનો અપગમ થવાથી નિવૃત્તપ્રકૃત્યધિકારિપણું પ્રાપ્ત થાય છે.
નિવૃત્ત = ચાલ્યું ગયું છે, પ્રવૃતિ = કર્મોનું, ધારિત્વ = પ્રાબલ્ય જેમાંથી તે, એટલે કે જે જીવોમાંથી કર્મોનું પ્રાબલ્ય ચાલ્યું ગયું છે. તે નિવૃત્તપ્રકૃત્યધિકારિત્વ ગુણ કહેવાય છે, તે ગુણ આવવાપૂર્વક જ પ્રસ્તુત યોગનું અધિકારિપણું આવે છે. અન્યથા = આ ગુણ આવ્યા વિના યોગનું અધિકારિપણું કદાપિ જીવમાં આવતું નથી આ પ્રમાણે સમજવું.
જો ઉપર કહ્યા મુજબ કર્મ અને આત્મામાં ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ ન માનીએ તો વિપક્ષમાં બાધા (દોષ) આવે છે. તે દોષ સમજાવે છે કે “તરથા = અન્યથા = જો બન્નેમાં ગ્રાહ્ય-ગ્રાહકસ્વભાવ ન માનીએ તો બંધાદિ (કર્મબંધ અને મોક્ષ વિગેરે) ઘટી શકતા નથી. તે આ પ્રમાણે -
માટીમાં ઘટપણે પરિણામ પામવાનો સ્વભાવ ન હોય અને માત્ર દંડ-કુલાલાદિ કારણ અને કર્તાથી જ કાર્ય થતું હોય તો માટીને બદલે પત્થરમાંથી ઘટ કેમ ન બને?તજુમાં પટપણે પરિણામ પામવાનો સ્વભાવ જો ન હોય અને માત્ર ત્રીવેમાદિ અને વણકરાદિથી જ પટ બનતો હોય તો રેતીના કણમાંથી તેઓ વડે પટ કેમ નથી બનાવાતો ? દૂધમાં દહીં પણ બનવાનો સ્વભાવ જો ન હોય અને માત્ર છાશ ના સંયોગથી જ દહીં બનતું હોય તો પાણીમાં છાશનો સંયોગ કરવાથી દહીં કેમ નથી બનતું ? આ દૃષ્ટાંતોમાં માટી, તન્ત અને દૂધમાં જેમ તે તે કાર્યરૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે, તો જ કાર્ય થાય છે. તે જ રીતે કાર્મણવર્ગણાઓના પુગલોમાં જ્ઞાનાવરણીય આદિ શૂલપણે ૧૫૮ ભેદે અને સૂક્ષ્મપણે ચિત્ર-વિચિત્ર અનન્તભેદે, તથા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિભેદ, તીવ્ર-તીવ્રતર-મંદ-મંદતરાદિ અનેકવિધ રસભેદ વડે તથા હીંનાધિક અનન્ત પ્રદેશભેદ વડે પરિવર્તન પામવાની યોગ્યતા રૂપ પ્રહ પ્રારેખ = ગ્રાહ્યપણાના સ્વભાવના ભેદને લીધે જ કર્મબંધ ઘટે છે. અર્થાત્ કાર્મણ વર્ગણાઓનાં પુગલો ચિત્ર-વિચિત્ર અનન્ત ભેદ રૂપે ગ્રહણ થવાના સ્વભાવોને ધારણ કરે છે. તે ગ્રાહ્યસ્વભાવના ભેદને લીધે જ કર્મ બંધાય છે. અન્યથા જો કાર્મણવર્ગણામાં ગ્રાહ્ય સ્વભાવ ન હોય તો પત્થરને જેમ અગ્નિ બાળી શકે નહીં, તેમ જીવ કાર્મણ વર્ગણાને કર્મપણે પરિણાવવા સ્વરૂપ કર્મબંધ કરી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org