________________
આદિ શબ્દથી મોક્ષ પણ ન ઘટે, કારણ કે વારંવાર કાશ્મણ વર્ગણાને ગ્રહણ કરવા રૂપ જે કર્મબંધ, તેનું અગ્રહણ તે મોક્ષ કહેવાય છે. હવે જો વારંવાર ગ્રહણ કરવા રૂપ કર્મબંધ ન હોય તો તેના અગ્રહણરૂપ મોક્ષ તો હોય જ કયાંથી ? બંધન વિચ્છેદ તે મોક્ષ, જો બંધ નથી તો મોક્ષ ઘટે જ કેમ ? તથા પવિત્થના: = આ કર્મબંધ અને મોક્ષ છે કારણ જેમાં એવા દોષ-ગુણ સ્વરૂપ વિકારો જે છે એ પણ ઘટી શકતા નથી. કર્મબંધ થાય છે એમ માનીએ તો તે બધ્ધકર્મ ઉદયમાં આવવાથી જીવમાં રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન-કષાયાદિ દોષો થવા રૂપ વિકારો સંભવી શકે, અને મોક્ષ માનીએ તો તેનાથી થનારા અનંતજ્ઞાન-દર્શન-શુદ્ધ-બુદ્ધ-નિરંજનતાદિ ગુણો પ્રગટ થવા રૂપ વિકારો સંભવી શકે. પરંતુ જો પરિવર્તનીય એવો ગ્રાહ્ય સ્વભાવ કર્મયુગલોમાં ન માનીએ તો બંધ-મોક્ષ ન ઘટવાના કારણે દોષ-ગુણ રૂપ વિકારો પણ ઘટતા નથી. કારણ કે જે દ્રવ્ય જે ભાવે પરિણામ પામવાને માટે યોગ્ય ન હોય તે દ્રવ્ય તે ભાવે પરિણામ પામતું નથી જેમ કે ચેતનદ્રવ્ય અચેતન સ્વભાવવાળું ન હોવાથી અચેતનપણે થવાનો તેમાં અયોગ છે.
- જો એમ ન માનીએ તો અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) આવે. એટલે તે સ્વભાવ વિના પણ જો દ્રવ્ય તે સ્વભાવે પરિણામ પામે છે એમ માનીએ તો માટીની જેમ પત્થરમાંથી પણ ઘટ બનવો જોઈએ, તનૂની જેમ માટી પણ પટપણે બનવી જોઈએ, તૃણની જેમ પત્થર પણ અગ્નિથી બળવો જોઈએ, તલની જેમ રેતીમાંથી પણ તેલ નીકળવું જોઈએ. આમ અતિવ્યાતિ આવવાથી અવ્યવસ્થા થઈ જાય. તેથી તે તે દ્રવ્યોમાં તે તે કાર્યભાવે પરિવર્તન પામવાની યોગ્યતારૂપ સ્વભાવ હોય જ છે, અને તેને લીધે જ તે તે ભાવે પરિવર્તન પામે છે, તેવી રીતે કર્મયુગલોમાં પણ ગ્રાહ્યસ્વભાવ હોવાના કારણે જ ચિત્ર-વિચિત્ર-અનન્ત ગ્રાહ્ય સ્વભાવના ભેદને લીધે જ પ્રકૃતિબંધસ્થિતિબંધાદિ અને મોક્ષ ઘટે છે તથા તેના વિકાર સ્વરૂપ દોષો અને ગુણો પણ ઘટી શકે છે.
तदयमत्र भावार्थः - ते परमाणवोऽनादित एव, तथाऽनन्तश: तदात्मग्रहणस्वभावाः, सोऽप्यात्मा एवमेव तद्ग्राहक स्वभाव इत्युभयोस्तत्स्वभावतया घटन्ते तथा बन्धादयः, अन्यथा मुक्तानामपि
बन्धादिप्रसङ्गः, अतस्तत्स्वभावत्व एवोभयोरपि तद्भावोपपत्तेरिति भावनीयम्। . न चैवमपि स्वभाववाद एवैकान्तेन, तथाविधकालादेरप्यत्रोपयोगात्, तस्यैव
Tયોગશક કે ઉક I.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org