SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જ કા૨ણે આવા જે જે જીવો સર્વથા કર્મોને પરવશ બનેલા છે. આત્મભાન તદ્ન ભૂલી ગયા છે. કેવળ સંસારસુખના જ રાગી છે. તે કારણથી યોગના સર્વે જે ક્રમશઃ ભેદો છે. તે સર્વે ભેદોની પ્રાપ્તિ માટે અત્યન્ત અનધિકારી જ છે. સારાંશ કે (૧) જે જીવોમાં પૂર્વબધ્ધ તીવ્ર કર્મપ્રકૃતિઓનું પ્રાબલ્ય નિવૃત્ત પામ્યું નથી, (૨) જે જીવો કર્મોને પરતન્ત્ર જ છે. અને (૩) જે જીવો સંસારના અતિશય રાગી (રસિક) છે. આ ત્રણ વિશેષણોવાળા જીવો યોગના સર્વભેદોની પ્રાપ્તિ માટે (અને યોગગ્રંથોના અભ્યાસ માટે પણ) અત્યન્ત અનધિકા૨ી જ જાણવા. આ પ્રમાણે ફક્ત અમે જૈનાચાર્યો જ કહીએ છીએ એમ નહિ પરંતુ અન્ય યોગશાસ્ત્રકારો વડે પણ તે તે યોગના ગ્રંથોમાં આવા જીવોને અનધિકારી જ કહ્યા છે. તેઓનાં વચનો આ પ્રમાણે છે : (હવે કહેવાતા પાંચ શ્લોકો ગોપેન્દ્રાચાર્ય નામના કોઈ અન્ય દર્શનકાર યોગવિષયક શાસ્ત્રના પ્રણેતાના છે. પરંતુ ઉપર જણાવેલા વિષયને અનુરૂપભાવને પ્રતિપાદન કરનારા છે. તેથી ગ્રંથકારે સાક્ષી રૂપે અહીં ટીકામાં આ શ્લોકો આપ્યા છે તથા પોતાના જ બનાવેલા યોગબિન્દુ ગ્રંથમાં પણ શ્લોક નં ૧૦૧ થી ૧૦૫ મૂળગ્રંથરૂપે પણ આ જ શ્લોકો સાક્ષીપાઠસ્વરૂપે આપ્યા છે. ફક્ત કોઈ કોઈ શ્લોકમાં કંઈક કંઈક પાઠભેદ છે. તે યથાસ્થાને બતાવાશે). (૧) 'अनिवृत्ताधिकारायां, प्रकृतौ सर्वथैव हि । ||૧૦૨ ॥ न पुंसस्तत्त्वमार्गे ऽस्मिन्, जिज्ञासापि प्रवर्तते ॥ १०१ ॥ क्षेत्ररोगाभिभूतस्य यथात्यन्तं विपर्ययः 1 तद्वदेवास्य विज्ञेयस्तदावर्तनियोगत: जिज्ञासायामपि ह्यत्र, कश्चिन्मार्गों निवर्तते । नाक्षीणपाप एकान्तादाप्नोति कुशलां धियम् ॥ १०३ ॥ ततस्तदात्वे कल्याणमायत्यां तु विशेषतः । मन्त्राद्यपि सदाचारात्, सर्वावस्थाहितं मतम् ॥ १०४ ॥ द्वयोरावर्त भेदेन तथा सांसिद्धिकत्वतः 1 युज्यते सर्वमेवैतन्नान्यथेति मनीषिणः ||oમ્ ॥ દિવ્યદર્શન ટ્રસ્ટ C/o. કુમારપાલ વી. શાહ તરફથી છપાયેલ યોગભારતી માં આ પ્રથમપદ ચોથા પદરૂપે છપાઈ ગયેલ છે. તે પ્રેસદોષ છે. જાઓ યોગબિન્દુ || યોગng / ૭ | Jain Education International ? , For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy