________________
न च प्रकृति-कर्मप्रकृत्योः कश्चिद् भेदोऽन्यत्राभिधानभेदात् इति ગાથાર્થ | ૨૦ |
જેનો અધિકાર (જુસ્સો) જીવમાંથી નિવૃત્તિ પામ્યો નથી એવી અર્થાત અનિવૃત્ત પ્રાબલ્યવાળી પ્રકૃતિ હોતે છતે પુરુષને આ યોગમાર્ગરૂપ) તત્ત્વમાર્ગને વિષે જિજ્ઞાસા પણ સર્વથા પ્રવર્તતી નથી. અલ્પ પણ જિજ્ઞાસા થતી નથી. || યો. બિ. ૧૦૧ //
જેમ કોઈ દેશસંબંધી રોગોથી ઘેરાયેલા (કોઢ, કેન્સર, ટી.બી., બ્લડપ્રેસર, હાર્ટએટેક, ઝેરી મેલેરિયા ઈત્યાદિ રોગોથી પરાભવ પામેલા) જીવોને આવા રોગોના કારણે અત્યન્ત મતિવિપર્યય થાય છે. (જાણે માણસ ગાંડો થઈ ગયો હોય તેમ તેને કંઈ સૂઝતું નથી.) તથા આહારાદિના પાચનને બદલે રોગોની પ્રબળતાને લીધે અજીર્ણાદિ થાય છે. તત્પર્વ અર્થ = તેની જેમ જ પૂર્વબધ્ધ કર્મોની પ્રબળતાવાળા એવા આ જીવને પણ હજુ ઘણાં (પુગલ) પરાવર્તે સંસારમાં પરિભ્રમણ નિશ્ચિત હોવાથી (પરિભ્રમણ નક્કી હોવાથી) મતિવિભ્રમ હોય જ છે. સંસાર જ રુચે છે યોગમાર્ગ રુચતો નથી. તેથી આવા જીવો યોગની પ્રાપ્તિ માટે અધિકારી જ છે. // ૧૦૨ |
જો પત્ર = અહીં યોગમાર્ગમાં અલ્પ પણ જિજ્ઞાસા થતી હોય તો સમજવું કે પ્રકૃતિની પ્રબળતાનો માર્ગ કંઈક અંશે) નિવૃત્તિ પામ્યો છે, કારણ કે નથી ક્ષીણ થયું પાપ (પ્રકૃતિની પ્રબળતા રૂપ પાપ) જેનું એવો જીવ આવી કુશળ = પવિત્ર બુદ્ધિને એકાન્ત નથી જ પામી શકતો.
આ શ્લોકમાં ગોપેન્દ્રમુનિના પાઠમાં “શ્ચા' એવો પાઠ છે. અને પૂ. હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુમાં “શત્સ'' એવો પાઠ છે. બન્નેનો અર્થ સરખો જ છે. પુરુષનો પરાભવ કરે એવી પ્રકૃતિની પ્રબળતા રૂપ માર્ગ અને પ્રબળતા રૂપ સર્જન એમ અર્થ જાણવો. જેથી બન્નેમાં પાઠભેદ હોવા છતાં અર્થભેદ નથી. I૧૦૩
તેથી = આવી કુશળબુદ્ધિ આવવાથી તાત્વે = આ જીવ તે કુશળબુદ્ધિમય સુસંસ્કારયુક્ત થયે છતે નિયમ કલ્યાણ જ પામે છે. અને ભાવિમાં ઉત્તરોત્તર વિશેષ વિશેષે કલ્યાણ પામે છે. જેમ મન્ત્રો વિગેરે પણ (મન્ટો, ચિંતામણિ રત્ન, પ્રભાવિક ઔષધિઓ ઇત્યાદિ) પોતાના સ્વભાવથી જ સદાચારવાળી હોવાથી = ઉત્તમ ફળદાયક
યોગશતક કે 29 II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org