SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શુશ્રુષાદિ = ધર્મશાસ્ત્રો સાંભળવાની અતિશય ઉત્કંઠા, ધર્મ સાંભળવો, ધર્મશાસ્ત્રોમાં સૂક્ષ્મદષ્ટિથી ચિંતન કરવું, પ્રાપ્તજ્ઞાનને કંઠસ્થ કરવું, પ્રાપ્તજ્ઞાનમાં પૂર્વાપર તર્ક-વિતર્ક કરી સ્થિર થવું, અને અત્તે તત્ત્વનો નિર્ણય વિશેષ કરવો, તથા નિર્ણયનો આગ્રહ રાખવો ઇત્યાદિ. (૩) વિધિપૂર્વક = શાસ્ત્રોમાં જ્ઞાનપ્રાપ્તિ આદિ માટે જણાવેલી વિધિ સાચવવાપૂર્વક જ્ઞાનાભ્યાસાદિ કરવાં, સ્થાનશુદ્ધિ = જે સ્થાનમાં જ્ઞાનાભ્યાસ કરતા હોઈએ તે સ્થાન-મકાનઉપાશ્રયાદિ દોષિત ન હોવાં જોઈએ, શરીરશુદ્ધિ = શરીર મળ-મૂત્ર-સ્વેદ-રૂધિરાદિથી અશુદ્ધ ન હોવું જોઈએ, મનશુદ્ધિ - મન વિષયવાસના-ક્રોધાદિકષાયો અને બાહ્યભાવોના રાગાદિથી દૂષિત ન હોવું જોઈએ, વસ્ત્રશુદ્ધિ = મલ-મૂત્રાદિ કરેલાં અશુદ્ધ વસ્ત્રો ન હોવાં જોઈએ. તથા દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવાદિની અતિશયશુદ્ધિ સાચવવાપૂર્વક જ્ઞાનાભ્યાસાદિ ધર્માનુષ્ઠાનો આચરવાં. કારણ કે અવિધિએ કરાયેલું યોગનું સેવન પ્રત્યવાય = અનર્થનું કારણ બને છે. અવિધિએ કરેલા યોગસેવન કરતાં મતઃ = ન કરાયેલું યોગસેવન શ્રેષ્ઠ છે. જેમ રીએકશન લાવે તેવી ખોટી ચિકિત્સા કરવા કરતાં દવા ન કરવી તે સારું છે. તેમ અવિધિએ કરાયેલા યોગસેવનથી કર્મનિર્જરા થતી નથી. પરંતુ ઊલટું અભિમાન-અન્યનો પરાભવ-સ્વર્ગ-યશાદિની વાંછાઓ આદિ થવાથી વધારે પ્રત્યવાયનો (સંસારવર્ધનનો) હેતુ બને છે. અહીં ન કરવા કરતાં અવિધિએ પણ કરવું સારું એવો ન્યાય જે પ્રવર્તે છે તે વિધિસાપેક્ષ જીવોને આશ્રયી સમજવો એટલે જે જીવો પૂરેપૂરી વિધિપૂર્વક જ ધર્મક્રિયા કરવા ઇચ્છે છે અને તેવો જ યથાયોગ્ય પ્રયત્ન કરે છે. પરંતુ શરીર-સંઘયણાદિના દોષોને લીધે અનિચ્છાએ પણ અવિધિ સેવાઈ જાય છે. વળી તે અવિધિનું અતિશય દુઃખ હૃદયમાં વર્તે છે. તે અવિધિથી ઉપાર્જિત કરેલા પાપને દૂર કરવા પ્રાયશ્ચિત્ત-આલોચના અને પશ્ચાત્તાપાદિ કરે છે. તેઓનું અવિધિએ કરેલું કાર્ય ન કરવા કરતાં સારું સમજવું. પરંતુ જેઓ વિધિનિરપેક્ષ હૃદયે અવિધિએ કાર્ય કરે છે. અને અવિધિએ કરેલા કાર્યથી ગર્વવહન કરી અભિમાની ઉશ્રુંખલ બની અન્યનો પરાભવ કરે છે. પ્રાયશ્ચિત્તાદિ કરતા નથી અવિધિમાર્ગનું જ વધુ ઉત્તેજન આપે છે તેવા અવિધિકત યોગસેવન કરતાં યોગસેવન ન કરવું તે સારુ સમજવું. આ વાત યોગવિંશિકામાં અતિશય ચર્ચલી છે. ત્યાંથી જાણી લેવી. યોગ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy