SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનર્ભાવવાળો કર્મક્ષય કરી શકે છે. અન્યથા એકલી શુભ પ્રવૃત્તિઓમાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય તો કાલાન્તરે પુનઃ અધિક બંધાતો હોવાથી આ કર્મક્ષય પણ અક્ષયરૂપ જ છે. તથા આવી ઉત્તમોત્તમ ભાવનાઓથી યુક્ત એવો આ યોગી ઇતર કર્મોનો = પુણ્યકર્મોને એવો તીવ્ર બંધક બને છે. કે જે પુણ્ય કર્મ ભવાન્તરોમાં વિશિષ્ટ આર્ય દેશ, આર્યકુળ, આર્યજાતિ અને આદિ શબ્દથી જૈન ધર્મ, દેશવિરતિ ધર્મ - સર્વવિરતિ ધર્મ અને ક્ષપકશ્રેણી આદિ વિશિષ્ટ આત્મ કલ્યાણનું નિમિત્ત બને છે. જેને શાસ્ત્રોમાં પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. જે પુણ્યકર્મ કેવળ આત્મહિતમાં સહાયક થાય છે. આત્માની આવેલી આવી ઉંચી યોગદશા જ આ આત્માને તીવ્રમાં પણ તીવ્ર પાપકર્મોનો ક્ષય અને તીવ્ર - તીવ્રતર પુણ્યનો અનુબંધ કરાવે છે. આ પ્રમાણે પાપનો બંધ જાય તથા પાપનો અનુબંધ જાય, પુણ્યબંધ વધે, પુણ્યકર્મોનો અનુબંધ વધે, તેથી ભવાન્તરોમાં ઊંચાં ઊંચાં સંસારિક સુખો પામવા છતાં અનાસક્તિભાવ વધે, આ ભવમાં અભ્યાસ કરેલી યોગદશા ભવાન્તરમાં પણ ગાઢ બને. એમ ઉત્તરોત્તર ભવોમાં પ્રકૃષ્ટ-પ્રકૃષ્ટ પુણ્યફલ આપવા સ્વરૂપ એવી શુભ-શુભતર પ્રકૃતિ દ્વારા અને પારમાર્થિક પરિણતિ દ્વારા આ યોગી મહાત્મા અંતે શું પામે ? સુખ-સુખે એટલે કે અનાયાસે-ઓછા પ્રયત્ન પરભવમાં સુખોની પરંપરા ભોગવવાછતાં નિર્મોહદશારૂપે યોગ ફળના બળ વડે મોક્ષગામી બને છે. આ સંસારનો અંત કરનાર બને છે. અવતરણ - સાપ્રતfથતાવનાસાધ્યમેવ વસ્તુ તત્રાન્તરપરિમાણ अन्वयव्यतिरेकतः खल्वविरोधि इति प्रदर्शनयन्नाह - હવે પ્રસ્તુત ચતુ:શરણાદિ પૂર્વોક્ત ભાવનાઓથી જે સાધ્ય સાધવાનું છે. તે જ સાધ્યસ્વરૂપ વસ્તુ અન્યદર્શનકારોએ એમનાં શાસ્ત્રોમાં કહેલી પરિભાષા સાથે અન્વય-વ્યતિરેકથી ખરેખર અવિરોધી જ છે, એમ જણાવતાં કહે છે. 'कायकिरियाए दोसा, 'खविया, मंडुक्कचुण्णतुल्ल त्ति । 'ते चेव 'भावणाए, 'नेया तच्छारसरिस त्ति ॥ ८६ ॥ Inયોગશતકર ર% L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy