________________
શું કરે છે ? ફરીથી કદાપિ બાંધવાં ન પડે તેવો અશુભ કર્મોનો ક્ષય કરે છે.
જૈનધર્મની કરાતી તમામ ધર્મક્રિયાઓ મોહના નાશનો હેતુ હોવાથી અશુભ કર્મોનો ક્ષય તો કરાવે જ છે. પરંતુ ઉપરોક્ત ભાવનાઓથી વાસિત હૃદય વાળો આ આત્માને એટલો બધો નિર્મળ પરિણામ છે કે આ પાપકર્મોનો ક્ષય કર્યા પછી ફરીથી કદાપિ બંધ થતો નથી. ભૂતકાળમાં આ આત્માએ ઘણી વાર કર્મક્ષય કરેલો છે, પરંતુ અપુનર્ભવે તે ક્ષય થયો ન હતો - જ્યારે આજે આ આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણતિ દ્વારા પુનઃ ન બાંધવા પડે તેવો અર્થાત્ અપુનર્બલ્પકપણે કર્મક્ષય કરે છે.
પ્રવૃત્તિ કરતાં ભાવનાઓથી વાસિત બનેલી પરિણતિમાં અનેકગણું બળ છે. અભવ્યો અને મિથ્યાત્વી જીવો પણ બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા નવમા ગ્રેવેયક સુધી જાય છે. યથાપ્રવૃત્ત કરણ પણ કરે છે. પરંતુ પરિણતિ શુધ્ધ ન હોવાથી અવશ્ય પછડાય છે.
જ્યારે ગુણસાગર - પૃથ્વીચંદ્ર - ભરતરાજા - મરૂદેવામાતા –કરગડુષિ માપતુષમુનિ - ઇલાયચી - ચિલાતી ઇત્યાદિ અનેક આત્માઓ પ્રવૃત્તિ ન્યૂન હોવા છતાં નિર્મળ પરિણતિના જોરે સંસારસાગર તર્યા છે. પરિણતિને નિર્મળ બનાવવા માટે જ પ્રવૃત્તિની આવશ્યકતા છે અને એ જ વ્યવહાર નય છે. પરંતુ પ્રવૃત્તિમાત્રથી સંતોષમાની પરિણતિની ઉપેક્ષા કરનારા જીવો પણ યથાર્થ કલ્યાણ પામી શકતા નથી. તથા અપવાદભૂત બનેલા દ્રષ્ટાન્તોને આગળ ધરી પરિણતિ માત્રનું જ અવલંબન લેનારા અને તેને અનુરૂ૫ પ્રવૃત્તિની ઉપેક્ષા કરનારા (અને તે કારણથી જ સાચી પરિણતિ વિનાના) જીવો પણ એકાન્ત નિશ્ચયનયવાદી થયા છતા આત્મકલ્યાણના અકર્તા-અભોક્તા બને છે.
- ચતુઃ શરણાદિની ભાવનાઓ, રાગાદિના પ્રતિપક્ષની ભાવના અને મૈત્રી આદિની ભાવનાઓમાં એટલું બધું બળ છે કે આ ભાવનાઓ આત્માને ક્ષપકશ્રેણીની આસન્ન બનાવે છે. કર્મોથી અત્યન્ત હળવો બનાવી દે છે. અશુભ પ્રવૃત્તિઓ અને પરિણતિઓ મૂળથી જ નષ્ટ થઈ જાય છે. તેથી નવો અશુભકર્મબંધ તો થતો જ નથી. પરંતુ પૂર્વે થયેલો અશુભ કર્મોનો બંધ પણ અપુનર્ભાવે ક્ષીણ થઈ જાય છે.
મૂળ ગાથામાં કહેલ “નો' એ શબ્દ અવ્યય છે. તે આ પ્રસંગમાં નિશ્ચય અર્થ સૂચવનારું છે. એટલે કે આ ભાવનાઓથી અને યોગવૃધ્ધિથી જ આત્મા
| મોગશ૪ ૦ ૨૪૯ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org