SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અવશ્ય થાય છે. જે આત્મા જેનો અર્થી બને છે તેને તેના અનુભવથી તેનું વિશેષ જ્ઞાન થાય છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાથી સંવેગ-વૈરાગ્ય વૃદ્ધિ પામતાં અનેક લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. દેશપરદેશમાં ખ્યાતિ પણ વધે છે. અને સામાન્ય લોકો તરફથી પૂજા-સન્માનાદિ પણ મળે જ છે. પરંતુ આટલે આવેલો આ આત્મા આવા દુન્યવી લાભોમાં અંજાઈ જાય-ગરકાવ થઈ જાય, તો ઉપરનું પાંચમું-છઠ્ઠ ગુણસ્થાનક મેળવવું છે અને તેના દ્વારા ક્ષપકશ્રેણી માંડીને જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે તમામ આશાઓ ભાંગીને ભુક્કો થઈ જાય છે. એટલે ગુણોને પણ પચાવતાં શીખવું જોઈએ. ધીર-વીર અને ગંભીર બનવું જોઈએ. જે જે આત્માઓએ આ બાબતમાં થાપ ખાધી છે તેઓ અંતે પછડાયા જ છે. વિષયવિરાગ કરતાં ગુણગંભીરતા મેળવવી અતિ દુષ્કર છે. સ્યુલીભદ્રજી વેશ્યાની સામે કામ જીતી શક્યા પણ વિદ્યા ગુણ ન પચાવી શક્યા, મરીચિ મુનિ સંસાર ત્યજી શક્યા પણ પદપ્રાપ્તિ ન પચાવી શક્યા, પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા પૂર્વભવોમાં સંયમ લઈ શક્યા પરંતુ ગાયને ઉછાળવામાં તપબળ ન પચાવી શક્યા, માટે જેમ જેમ આત્મામાં ગુણવૃદ્ધિ થતી જાય તેમ તેમ લબ્ધિ, લાભ, પૂજા, ખ્યાતિ અને માન બહુમાન વિગેરેના આશયોથી રહિત બનવું એ જ આત્મકલ્યાણકારી છે. જે ૮૦ || અવતરણ - વ સામાન્યવિધિના– આ કક્ષામાં આવેલા જીવોને જ સામાન્યથી (આહારની) વિધિ જણાવે છે. 'साहारणो पुण 'विही, "सुक्काहारो इमस्स "विण्णेओ। अण्णत्थओय 'एसो, उ 'सव्वसंपकरी "भिक्रवा ।। ८१ ।। साधारणः पुनर्विधिः सर्वावस्थानुगत इत्यर्थः, शुक्लाहारोऽस्य विज्ञेयः।शुद्धानुष्ठानसाध्य:शुद्धानुष्ठानहेतुःस्वरूपशुद्धश्च शुक्ल इति। अस्य" = योगिनः एवम्भूतो विज्ञेयः, तदन्यस्य योगाङ्गत्वानुपपत्तेः, न ह्यपथ्यानभुजो देहाधारोग्यसिद्धिः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy