________________
(૩) કરુણા ભાવના કિલશ્યમાનને વિષે જ હોય, બારણે આવેલા ભિક્ષુકને (ભિખારીને) કરુણાભાવથી જેમ અન્ન અપાય તેમ ઘેર આવેલા સાધુ-સંતોને, કે વયોવૃદ્ધ માતા-પિતાદિને બિચારા માનીને અનુકંપાની બુદ્ધિથી અન્નદાન ન થાય, પરંતુ ભક્તિથી પ્રમોદભાવે જ અન્નાદિદાન થાય. જો ત્યાં કરુણાભાવના કરાય તો તેઓના ઉપકારો પ્રત્યેનો પૂજ્યભાવ હૃદયમાંથી ચાલ્યો જાય, ગુણી-ઉપકારી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ જ કર્મક્ષયનું કારણ બને છે. તે ચાલ્યો જવાથી અને આ રીતે અસ્થાને કરુણાનો વિનિયોગ કરવાથી કર્મબંધ દ્વારા દુઃખ જ આવે છે.
તથા વળી આ કરુણા ભાવના જો અવિનીતને વિષે (પાપીને વિષે) કરાય તો તે પાપી જીવ પોતાની પાપકરણીમાં વૃદ્ધિ પામે. માટે કરુણા કિલશ્યમાનને વિષે જ થાય અન્યત્ર કરવી ઉચિત નથી.
(૪) માધ્યસ્થભાવના પાપી જીવોને વિષે જ ઉચિત છે. જો ગુણાધિક પ્રત્યે માધ્યસ્થભાવના રાખીએ તો આપણામાં ગુણો આવે નહીં. ગુણી પુરુષોની ભક્તિનમસ્કાર ઉપકારાદિનો લાભ મળે નહીં તથા આ માધ્યસ્થભાવના જો કિલશ્યમાન એવા દુઃખી જીવો ઉપર કરાય તો દુઃખીનાં દુઃખ દૂર કરવાની પ્રાપ્ત તક ગુમાવી બેસાય, તે જીવને વધારે આઘાત થાય, તથા દુઃખીનાં દુઃખો દૂર કરવાની શક્તિ હોવા છતાં જો ઉપેક્ષા કરાય તો તે જીવને આપણા પ્રત્યે દ્વેષ થાય, તેનાથી વૈરાનુબંધ થાય, તે ભવાન્તરમાં દુઃખ માટે જ થાય માટે આ માધ્યસ્થભાવના ફક્ત પાપીને વિષે જ થાય.
આ રીતે ચારે ભાવનાઓને યથાસ્થાને જ મુંજવી જોઇએ. જો તેનાથી ઊલટું અસ્થાને વિનિયોગ થાય તો તે ભાવનાઓ મિથ્યા ભાવનામય બનતાં ઊલટું દુઃખ આપનારી જ બને એમ સમજવું.
પ્રશ્ન:- ગુણાધિકને વિષે પ્રમોદભાવના તમે સમજાવી. પરંતુ છદ્મસ્થ જીવોને કયા જીવો ગુણાધિક છે અને કયા જીવો ગુણોથી હીન છે, તેની શું ખબર પડે ? કારણ કે ગુણો અમૂર્ત છે જે છબસ્થના જ્ઞાનનો વિષય જ નથી. જો ગુણો ન દેખાય તો તે તેની હીનાયિક્તા તો દેખાય જ કેવી રીતે ?
ઉત્તરઃ-જેમ રત્નોના વેપારીઓને (ઝવેરીઓને) રત્નોમાં રહેલી ગુણાવિક્તા અને દોષાવિક્તા અનુભવવિશેષથી સમજાય છે તેમ માર્ગાનુસારિ આત્માઓને ગુણો જ પ્રિય બનવાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમવિશેષથી ગુણાધિક્તાનું
II શશ૪ ૦ ૨૫ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org