________________
સાચો ન્યાયમાર્ગ જે છે તેનાથી વિરુધ્ધતા થઈ જાય, અર્થાત્ સાચા ન્યાયમાર્ગનું ઉલ્લંઘન થાય.
પ્રશ્ન :- ઊલટસુલટ ગોઠવવાથી ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કેવી રીતે થાય ? ન્યાયમાર્ગનું ઉલ્લંઘન થવામાં અહીં શું કારણ બને ?
ઉત્તર :- તે તે પ્રકારે અયોગ્ય સ્થાને ભાવનાઓનો જે વિનિયોગ કર્યો તેનાથી જ સાચા ન્યાયમાર્ગનું ઉલ્લંઘન થાય છે. તે આ પ્રમાણે–
(૧) સામાન્યથી સર્વજીવોને વિષે મૈત્રીભાવના જ ભાવવી જોઈએ, આ સાચો ન્યાયમાર્ગ છે. તેને બદલે પ્રમોદાદિ (પ્રમોદ-કરુણા-અને માધ્યસ્થ) ભાવનાઓ જો ભાવીએ તો અસ્થાને વિનિયોગ થયો, કારણ કે ગુણાધિકને જોઈને પ્રમોદ પામવાને બદલે સર્વ જીવોને જોઈને પ્રમોદ પામતાં દોષાધિક જીવોના દોષો જોઈને પણ પ્રમોદ પામવાનું બને તેમ થવાથી તે દોષિત જીવો આપણી પ્રસન્નતા-અભિનંદનતા-અને અનુમોદનતાથી પોતાના દોષોમાં વધારે ને વધારે ઉત્તેજિત થાય, જે ભાવના સ્વપરનું કલ્યાણ કરનારી બનવી જોઈએ તેને બદલે સ્વ-પરનું ઉપર પ્રમાણે અકલ્યાણ કરનારી બને તે ભાવના મિથ્યા ભાવના જ કહેવાય. આવી મિથ્યા ભાવના ભાવવાથી દોષોને આપેલા ઉત્તેજનથી આપણા આત્માને પાપકર્મોનો બંધ થાય કે જે બંધ ભાવિમાં ઉદયમાં આવતાં પ્રત્યવાય (દુઃખ) માટે જ થાય. અથવા ચોરની સાથે રહેનારને પણ ચોર ગણી ઘણીવખત સહાયક તરીકે દંડવામાં આવે તેમ દોષિતના દોષોની અનુમોદના કરવા વડે આપણા જીવને પણ દંડાત્મક દુઃખ પણ આવે, હલકા જીવોને આપેલું ઉત્તજન સ્વ-પર બન્નેના દુઃખ માટે જ થાય છે. માટે સર્વ જીવોને વિષે પ્રમોદભાવના હોતી નથી.
તથા સર્વજીવો ઉપર કરુણાભાવના પણ નહોય, સુખી ઉપર કરુણા શું કરવાની? તથા સુખી-ધર્મ-જીવો ઉપર માધ્યસ્થભાવના રાખવાની પણ ન હોય તે જીવોપ્રત્યે તો પ્રમોદભાવ જ હોય માટે સર્વજીવો પ્રત્યે મૈત્રી જ ઉચિત છે.
(૨) પ્રમોદભાવના ગુણાધિકને વિષે જ હોય, જે જીવો આપણી સમાન છે. અથવા હીન છે તેને વિષે પ્રમોદભાવ શોભા ન પામે. ઊલટું તે જીવોને પોતાની હીન કરણીમાં ટેકો મળવાથી હીન કરણીની વૃદ્ધિ થાય, તેમાં જ વધુ ઓતપ્રોત બને તેથી તે પણ તીવ્રકર્મ બાંધે અને તેના અનુમોદન દ્વારા આપણી જીવ પણ તીવ્રકર્મ બાંધે કે જે કાળાન્તરે પ્રત્યવાય માટે જ થાય-એમ સમજવું.
ગશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org