________________
अन्वर्थतश्चैषः पुनः शुक्लाहारः सर्वसम्पत्करी भिक्षेति विज्ञेयः । सर्वसम्पत्करणशीला सम्पत्करी दातृ-ग्रहीत्रुभयलोकहिता, पौरुषध्नीवृत्तिभिक्षाव्यवच्छेदार्थमेतत् ।अत्र बहु वक्तव्यं, तत्तुनोच्यते,गमनिकामात्रत्वात् પ્રામય રૂતિ માથાર્થ છે ૮૨ |
ગાથાર્થ - સર્વયોગીઓ માટે આ સાધારણ વિધિ છે કે આ યોગીનો આહાર “શુક્લાહાર” હોય છે. વળી આ “શુક્લાહાર” અન્વર્થક (સાર્થક) છે. તેથી જ સાધુની ભિક્ષા “સર્વસંપન્કરી” જાણવી. I ૮૧ |
ટીકાનુવાદ – અત્યાર સુધી ભાવના વ્યુતપાઠ, તત્ત્વશ્રવણ, આત્મસંપ્રેક્ષણ, રાગ-દ્વેષ મોહના સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓનું વર્ણન, વિગેરે યોગદશાની પ્રાપ્તિ માટે જે સ્વરૂપ સમજાવ્યું તે સર્વ વર્ણન મુખ્યત્વે અપુનર્બન્ધક અને અવિરત સમ્યગ્દષ્ટિ એવા ઘટમાનયોગી અને પ્રવૃત્તયોગી એમ બે પ્રકારના પ્રાથમિક યોગી માટે જણાવ્યું, કારણ કે તેનાથી ઉપરના ગુણસ્થાનકોએ પહોંચેલા આત્માઓને ઉપરોક્ત યોગભૂમિકા પ્રાપ્તપ્રાયઃ હોય છે, તેના આત્મામાં ઉપરોક્ત ભૂમિકા વણાઈ ચૂકી હોય છે તેથી ઉપરોક્ત સર્વહકીક્ત પ્રાથમિકબે યોગીને આશ્રયી મુખ્યત્વે છે. અને હવે આ ગાથામાં “યોગીનો આહાર કેવો હોય” તેનું જે વર્ણન કરે છે તે આહારની વિધિ આ પ્રાથમિક ઘટમાન અને પ્રવૃત્ત યોગી માટે પણ છે તથા દેશવિરતિધર અને સર્વવિરતિધર ઈત્યાદિ ૩/૪ નંબરના યોગીઓ માટે પણ છે. એટલે કે સર્વયોગી માટે આ વિધિ સાધારણ છે. જે આ હવે કહેવાતી આહારવિધિ અપુનર્બન્ધકથી યોગીની સર્વઅવસ્થાઓમાં અનુગત =વ્યા છે. સર્વ અવસ્થાઓમાં લાગુ પડે છે. માટે આ આહારવિધિ કોઈ એક પ્રકારના યોગી માટે નથી, પરંતુ સર્વ યોગી માટે સાધારણ છે.
યોગદશાની પ્રાપ્તિ માટે મનની નિર્મળતા જેમ આવશ્યક છે તેમ તનની નિરોગિતા પણ આવશ્યક છે કારણ કે જો તન રોગીષ્ટ હોય તો મનની નિર્મળતા ઝાઝો ટાઈમ ટકતી નથી. પેટમાં મળ ભરાયા હોય, શરદી થઈ હોય, માથું દુઃખતું હોય, અજીર્ણ થયું હોય, તો મને આકુળવ્યાકુળ થવાના કારણે સ્વાધ્યાયાદિ શુદ્ધ થઈ શક્તા નથી. માટે તનની નિરોગિતા પણ જરૂરી છે. મનની નિર્મળતા માટે રાગાદિ દોષોના સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓ જેમ પ્રધાન કારણ
nયોગશતક ૨૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org