________________
માટીમાં તમે માનો છો તેનો અભાવ થશે, આમ તે સ્વભાવનો અભાવ થવાથી નિઃસ્વભાવતા થવા વડે ઈતર અસત્ પદાર્થોનું પણ ભવન થવાથી સ્પષ્ટ અતિવ્યાપ્તિ આવશે જ :
(૨) બીજા અનુમાનમાં પણ “પ પાવ વામાવો ભવતિ તપ” જે ભાવાત્મક (સત) હોય તે અભાવાત્મક (અસત) જ બનતું હોય તો ઘટ છૂટે ત્યારે તથાસ્વભાવત્વનો = એટલે સ્વ= અર્થાત્ ઘટમાત્રના જ અભવનસ્વભાવનો ત્યાં અભાવ થશે જ. કારણ કે ઘટકાલે જેમ ઘટ સત્ છે તેમ મૃદુ પણ સત્ છે જ. એમ બન્ને સાથે સરખા છે. અને જે જે સત્ હોય તે તે અસત્ થાય જ, તેથી એકલા સતુ એવા ઘટનો જ અભવનસ્વભાવ રહેશે નહીં. પરંતુ ઘટ - મૃદુ એમ ઉભયનો અભવનસ્વભાવ થશે. તેથી સ્વ એટલે ઘટમાત્ર પોતે એકલો જ ભવન = અસતુ બની જાય એવા સ્વભાવનો ત્યાં અભાવ થવાથી “સ્વાભવન રૂપ તથાસ્વભાવત્વનો અભાવ થવાથી” નિઃસ્વભાવતા જ આવશે અને તે નિઃસ્વભાવતા વડે ઘટની જેમ મૃદુ પણ અસત થવાની સ્પષ્ટ અતિવ્યાપ્તિ આવશે જ.
(૧) માટીમાં ઘટ જરૂર અસત્ હતો પરંતુ સર્વથા અસત્ ન હતો, માત્ર પર્યાયથી જ અસતુ હતો પરંતુ દ્રવ્યથી સતુ હતો માટે માટીમાંથી ઘટ જ થાય પરંતુ પટ - મઠાદિ ન થાય. બૌદ્ધો એકાન્ત અસત્ માને છે એટલે માટીમાં જો સર્વથા અસત્ ઘટ પ્રગટ થતો હોય તો સર્વથા અસત્ એવા પટ - મઠાદિ પણ પ્રગટ થવા જોઈએ, વિવક્ષિત ઘટ જ પ્રગટ થાય એમ કેમ બને? આવો પ્રથમ અતિવ્યાપ્તિદોષ ગ્રંથકારે આપ્યો છે.
(૨) તેવી જ રીતે બીજા દષ્ટાન્તમાં પણ જે પર્યાયથી સતુ હોય છે તે પર્યાયથી અસત્ થાય છે પરંતુ દ્રવ્યથી અસત્ થતું નથી તેથી ઘટ છૂટે ત્યારે ઘટપર્યાય અસત્ થાય છે. પરંતુ મૃદ્દ દ્રવ્ય અસત્ થતું નથી. છતાં બૌદ્ધ એકાન્ત નાશ માને છે એટલે દોષ આપે છે કે જો જે સત્ હોય તે એકાન્ત અસત્ થતું હોય તો ઘટની જેમ મૃદ્દ પણ અસત્ થવી જોઈએ માત્ર ઘટ જ અસત્ થાય અને માટી અસત્ ન થાય એવું કેમ બને ? ઘટનું જ અભવન થવું એવા તથાસ્વભાવનો અભાવ થવાથી અતિવ્યાપ્તિ દોષ આવે જ. આ પ્રમાણે એકાન્તવાદમાં દોષો હોવાથી અજ્ઞાન જ છે. હે આત્મન્ ! તું આવી અજ્ઞાનદશાને હવે ત્યજી દે એમ આત્માને સમજાવે છે. આ ગાથા સ્થિરબુદ્ધિથી વિચારવી. || ૭૨ //
મળતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org