________________
રિક્ત છે. તેઓનાં શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે કે –
હવે ઉપરોક્ત બૌધ્ધદર્શનને માન્ય શ્લોકનો અર્થ કહેવાય છે. માટી તખ્તમાં (સર્વે કાર્યો એકસરખાં અસત્ હોવા છતાં પણ) તે જ અસત્ કાર્ય ઉત્પન્ન થાય છે કે જેની (અન્ય હેતુઓને લીધે) કારણતા વિદ્યમાન હોય છે. તેથી તે માટી – તખ્તમાં જેમ ઘટની કારણતા પ્રગટ કરવામાં દેડ - ચક્રાદિ અને પટની કારણતા પ્રગટ કરવામાં તુરીવેમાદિ અન્ય હેતુઓ વિદ્યમાન છે. તેમ શશશૃંગાદિની કારણતા પ્રગટ કરનાર અન્ય હેતુઓનો અભાવ હોવાથી શશશૃંગાદિ કાર્યોની (અસતપણે સરખાં હોવા છતાં) અનુત્પત્તિ જ ઈચ્છાય છે.
બૌદ્ધોનું આ શ્લોકમાં કહેલું આ વચન બોલવા પૂરતું જ છે. કારણ કે જો અસજનનસ્વભાવ છે તો અન્ય હેતુની કલ્પના જ વ્યર્થ છે અને તે સ્વભાવ અવધ્ય હોવાથી શશશ્ચંગ પણ થવું જ જોઈએ.
તેથી કારણમાં જે સર્વથા અભાવાત્મક હોય છે તે શશશૃંગાદિ કદાપિ ઉત્પન્ન થતાં નથી. અને જે ઘટ-પટાદિ ઉત્પન્ન થાય છે તે સર્વથા અસત્ નથી ફક્ત પર્યાયથી અસત્ છે. પરંતુ દ્રવ્યથી સત્ છે.
ગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરીને હવે ટીકાકારશ્રી ઉત્તરાર્ધનું વ્યાખ્યાન શરૂ કરે છે -
तथा न च भाव एकान्तेन अभाव एव युज्यते कदाचित्, अतिप्रसङ्गेन हेतुनेति वर्तते । यदि हि सदेवासद् भवेत्, ततः सत्त्वाऽविशेषात् सकलशक्तिअभावाद् विवक्षितासत्त्ववद् अविवक्षितमपि भवेत्, हेत्वविशेषादिति समं घटमृदाद्यभावापत्तिः।
પૂર્વચર્ચામાં “એકાન્ત જે (સર્વથા) અસત્ હોય છે તે જ સત્ બને છે એ પક્ષનું ખંડન કરી હવે તેનાથી વિપરીત એકાન્ત પક્ષ” એકાન્ત જે (સર્વથા) સત્ હોય છે તે અસત્ જ બને છે” એ બીજા પક્ષનું ખંડન સમજાવે છે –
બદ્ધદર્શન એમ માને છે કે જે જે “સ” છે તે તે બીજા સમયે “અસત” બને છે. પ્રતિસમયે સર્વે પદાર્થો સર્વથા ક્ષણિક છે. પ્રથમ સમયની જે સત્ વસ્તુ છે તે બીજા સમયે સર્વથા અસત જ બને છે. આ માન્યતાનું ખંડન કરતાં આચાર્યશ્રી જણાવે છે કે –
તથા પાન્તર ભાવ ભાવ ઇવ #વિત્ર યુવતે = આ સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org