________________
તો પણ ઘટની જેમ પટાદિ પણ ઉત્પન્ન થવાની અતિવ્યાપ્તિ તો સરખી જ ઊભી રહેશે. તેવી જ રીતે તખ્તમાં અસત્ એવા પટની ઉત્પત્તિનો સ્વભાવ હોય તો ઘટ - મઠાદિ ઈતર કાર્યોનો પણ અસજનનસ્વભાવ તખ્તમાં પટની જેમ છે જ, તેથી તે તખ્તમાં જેમ તુરીવેમાદિ અન્ય હેતુઓના યોગથી અસત્ એવો પટ ઉત્પન્ન થાય છે તેમ તે જ તખ્તઓમાં દંડ - ચક્રાદિ અન્ય હેતુઓના યોગથી અસતું એવા ઘટ - મઠાદિ ઈતર કાર્યોની ઉત્પત્તિની કારણતા પણ થવાનો અતિવ્યાપ્તિનો પ્રસંગ તો સરખો જ આવશે અને તેથી અન્ય હેતુની કલ્પના નિરર્થક જ બનશે.
તથા વળી દ્રવ્યનો જે જે સ્વભાવ છે તે તે હંમેશાં અવધ્ય હોય છે. અવધ્ય એટલે બદલાય નહીં, ફરે નહીં, અપરાવર્તનીય સ્વરૂપ હોય છે. જેમકે અગ્નિનો સ્વભાવ દાહનો, અને જળનો સ્વભાવ શીતળતાનો જે છે તે અવધ્ય જ છે તેમ માટી - તખ્તમાં “અસત્કાર્ય જનનસ્વભાવ” તમે જે માન્યો છે તે અવધ્યભાવ વાળો હોવાથી દંડ – ચક્રાદિ અન્ય હેતું રૂપ તે વિશેષની કલ્પના કરવી અયુક્ત જ છે. કારણ કે દંડ – ચક્રાદિ અન્ય હેતુ આવશે તોપણ સ્વભાવ અપરાવર્તનીય હોવાથી માટી અસત્ કાર્યજનનસ્વભાવને લીધે અસતુ એવા ઘટને જેમ કરશે તેમ અસત્ એવા પટ - મઠાદિ ઈતર કાર્યોને પણ કરશે જ. તેથી દંડ – ચક્રાદિ વિશેષહેતુની કલ્પના અયુક્ત જ થશે.
પર્વ ૨ -
असदुत्पद्यते तद्धि, विद्यते यस्य कारणम् । शशशृङ्गाद्यनुत्पत्ति, हेत्वभावादितीष्यते ।
ત્તિ વંદનમીત્રમેવ - ટીકાકારશ્રી બૌદ્ધને જણાવે છે કે માટી-તન્તમાં જો તું અસત્યનનસ્વભાવ સ્વીકારીશ તો ઉપર સમજાવ્યું તેમ માટીમાંથી ઘટ - પટ - મઠાદિ સર્વ અસતુ. કાર્યો પણ ઉત્પન્ન થશે અને અસતું એવું શશશૃંગ પણ ઉત્પન્ન થશે જ, તેવી જ રીતે તખ્તમાંથી પણ અસત્ એવાં પટ - ઘટ-મઠાદિ પણ થશે અને તે જ તન્તુમાંથી અસત્ એવું શશશ્ચંગ પણ ઉત્પન્ન થશે જ આવા અતિવ્યાપ્તિના મહાદોષો તને આવશે. - પર્વ ૨ = આ પ્રમાણે તારી માન્યતા દોષયુક્ત હોવાથી તમારા શાસ્ત્રોમાં નીચે મુજબ જે કહેવાયું છે તે બોલવા પૂરતું વચન માત્ર જ છે. અર્થાત્ યુક્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org