________________
ટીકાકારશ્રીએ સત્તાવિશેષાત્ - સશવિતાભાવાત્ “એમ બે યુક્તિ આપીને કારણમાંથી એકાન્ત અસત્ એવું કાર્ય નીપજતું નથી. એમ જે ખંડન કર્યું, તેમાં અસત્કાર્યવાદી બૌદ્ધો પોતાના પક્ષનો બચાવ કરતાં કહે છે કે
જૈનોએ અમારા અસત્કાર્યવાદનું જે ખંડન કર્યું છે તે વ્યાજબી નથી. તેઓ અમારા અભિપ્રાયને જાણતા નથી. અમે બૌદ્ધો – અસત્કાર્યવાદીઓ એમ માનીએ છીએ કે માટીમાં ઘટ - પટ - મઠાદિ સકલ શક્તિનો અભાવ છે. અને સર્વકાર્યોનું અસત્ત્વ એકસરખું અવિશેષ જ છે. તથાપિ “દંડ-ચક્ર આદિ અન્ય હેતુઓ માટીમાં ઘટ ઉત્પન્ન કરવાની કારણતા નીપજાવે છે એટલે ઘટ જ ઉત્પન્ન થાય છે પટ - મઠાદિ ઉત્પન્ન થતા નથી. તેવી જ રીતે તખ્તમાં પણ પટ-ઘટ-મઠાદિ સર્વે કાર્યોનું અસતુપણું અવિશેષ જ છે અને સકલકાર્યોની શક્તિનો અભાવ પણ સરખો જ છે. તથાપિ “તુરીવેમાદિ” અન્ય હેતુઓ તખ્તમાં પટની જ કારણતા ઉત્પન્ન કરે છે તેથી તખ્તમાંથી પટ જ થાય છે પરંતુ ઘટ - મઠાદિ થતાં નથી. એમ અમે “અન્ય હેતુ”ની કલ્પના કરીશું. જેથી અમને તમારી આપેલી અતિવ્યાપ્તિ આવશે નહીં. અમારો એકાત્ત અસત્કાર્યવાદ બરાબર સંગત જ છે. આવા પ્રકારના બોદ્ધના બચાવનું ખંડન કરતાં ટીકાકારશ્રી હવે જણાવે છે કે –
અનુપયોગિની વેદ ચતુપરિકલ્પના ! ટીકાકારશ્રી જણાવે છે કે તે અસત્કાર્યવાદ માનવામાં જે અન્ય હેતુની કલ્પના કરવામાં આવે છે તે અનુપયોગી છે, બીનજરૂરી છે. જો માટીમાં મૂળથી “અસલ્કનનસ્વભાવ” અવિદ્યમાન કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તો તે સ્વભાવને લીધે જ તે અન્ય હેતુની કલ્પના પણ ઉપર કહેલા અતિવ્યાપ્તિ દોષથી રહિત નથી જ. ત્યાં પણ અતિવ્યાપ્તિ દોષ આવે જ છે, તે આ પ્રમાણે -
જે માટીમાં ઘટનો અસલ્કનનસ્વભાવ છે અર્થાત્ અવિદ્યમાન એવા ઘટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તે જ માટીમાં પટ - મઠાદિ પણ અવિદ્યમાન હોવાથી તેઓનો પણ અસજનનસ્વભાવ માટીમાં છે જ, એટલે કે સકલ અવિદ્યમાન કાર્યોનો ઉત્પાદસ્વભાવ માટીમાં છે જ એવો અર્થ થાય છે. હવે દંડ - ચક્રાદિ અન્ય હેતુઓથી જો ઘટની ઉત્પત્તિની કારણતા માટીમાં આવે તો તે જ માટીમાં તુરીવેમાદિ અન્ય હેતુઓ જોડીએ તો તેનાથી પટ - મઠાદિ ઈતર અસત્કાર્યોની ઉત્પત્તિની કારણતા પણ આવવી જોઈએ. આ કારણથી અન્ય હેતુઓ કલ્પશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org