________________
એકાત્તે “જે સત હોય છે તે અસત જ બને” એમ કોઈ દિવસ ઘટી શકતું નથી. કારણ કે તેમ માનવામાં પણ “અતિવ્યાપ્તિ દોષ” આવે છે એ જ હેતુ છે. “અતિવ્યાપ્તિ દોષ લાગે છે'' એ પદ ઉપરના પૂર્વાર્ધથી અહીં નીચેના અનુમાનમાં પણ વર્તે છે. કારણ કે જો “સ” જ “અસ” બનતું હોય તો માટીનો બનેલો ઘટ જ્યારે ફૂટે છે ત્યારે તે ઘટમાં ઘટપણું અને માટીપણું એમ બન્ને સત્ હતાં તેથી બન્નેનું અસત્પણું થવું જોઈએ. ફક્ત ઘટપણું જ જાય છે, અને માટીપણું તો રહે છે. આમ કેમ બને ? સત્ હોય તે અસત્ બને જ, જો આવો જ નિયમ હોય તો ઘટ અને માટી બન્નેમાં “સ” પણું અવિશેષ (એકસરખું સમાન) હોવાથી, તથા બીજા સમયે ઘટશક્તિનો જેમ અભાવ વર્તે છે તેમ જ મૃત શક્તિનો પણ અભાવ જ થવાથી ઘટ - મૃદુ એમ સકલ શક્તિનો અભાવ થવાથી, વિવક્ષિત એવું ઘટપણું જેમ અસત્ બને છે તેમ અવિક્ષિત એવું મૃત્પણું પણ અસત્ બનવું જોઈએ, બન્નેમાં “સ” પણું એ હેતુ અવિશેષ જ હોવાથી ઘટ - મૃદુ એમ ઉભયનો અભાવ સાથે જ થવાની આપત્તિ આવશે.
તમારું (બૌદ્ધોનું) કહેવું છે કે “જે જે સત્ હોય તે તે અસત્ થાય,” એટલે અસત્ થવામાં સતપણું એ જ હેતુ થયો, તેથી ઘટ ફૂટે ત્યારે જેમ ઘટ અસત્ થવામાં ઘટનું સત્પણું એ કારણ ત્યાં છે. તેમ મૃદ્દનું સત્પણું પણ પૂર્વ સમયમાં વિદ્યમાન હોવાથી મૃદ્દ પણ ઘટની સાથે જ અસત્ થવી જોઈએ, જેમ ઘટ નથી દેખાતો તેમ ઠીકરાં (કપાલ) પણ ન દેખાવાં જોઈએ. સર્વથા ભૂતલ કોરુંજ થવું જોઈએ, “અસ”ની ઉત્પત્તિમાં ઘટમાં અને મૃદ્દમાં “સપણાનું હોવું” એ હેતુ અવિશેષ જ છે. પછી શા માટે એક અસત્ બને અને બીજું અસત્ ન બને? તેથી ઘટના અસત્ની સાથે મૃદુ પણ અસત્ થવી જ જોઈએ તેવી અતિવ્યાપ્તિ દોષ તમને સ્પષ્ટ લાગશે જ.
ઉપર મુજબ પોતાની માન્યતાનું ખંડન સાંભળી બૌદ્ધ પોતાના પક્ષનો હવે બચાવ કરે છે કે ટીકાકારશ્રીએ બૌદ્ધ કરેલો બચાવ લખ્યો નથી, પરંતુ તેના બચાવનું ખંડન કર્યું છે. એટલે તેમના હૃદયમાં તે બૌદ્ધોનો બચાવ હશે જ. પરંતુ આપણે તે બચાવ ન જાણીએ ત્યાં સુધી તેનું કરાયેલું ખંડન સમજાય નહીં. તેથી પ્રથમ બૌદ્ધ કરેલો બચાવ જે ટીકાના શબ્દોમાં નથી, પરંતુ ટીકાકારશ્રીના હૃદયમાં છે તે વિચારીએ - - તેઓનો બચાવપક્ષ એવો છે કે જ્યારે ઘટ ફૂટે ત્યારે ઘટ અને માટી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org