________________
પ્રમાણે સમ્યપ્રકારે વિચારવું.
પ્રશ્ન :- આ જગતમાં જે પદાર્થો ત્રણધર્મવાળા છે તે જેમ છે તેમ છે. તેનો આવો વિચાર કરવાથી આત્માને શું લાભ ?જગત્ જેમ છે તેમ છે. આવી ઉત્પાદાદિની વિચારણા કરવાથી આત્માને શું અને કેવી રીતે લાભ થાય ?
-
ઉત્તર :- અજ્ઞાનનો નાશ થાય છે. રાગ અને દ્વેષ થતા અટકી જાય છે. વિરાગદશા પ્રાપ્ત થાય છે અને અન્ને વીતરાગાવસ્થા પ્રાપ્ત થવાથી કેવળજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે સાંખ્ય - ન્યાય – વૈશેષિક આદિ દર્શનકારો સર્વે પદાર્થો એકાન્તે નિત્ય (ધ્રુવ) જ છે એમ માને છે. અને બૌદ્ધ દર્શનકારો સર્વે પદાર્થો એકાન્તે અનિત્ય જ છે એમ માને છે. આ બન્ને એકાન્તવાદો હોવાથી મિથ્યાજ્ઞાન છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ તેવું નથી. તેથી આ ત્રિપદી સમજવાથી વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવાથી ‘અજ્ઞાન” નાશ પામે છે. એકાન્તવાદને બદલે અનેકાન્તવાદ સમજાય છે. મિથ્યાજ્ઞાનને બદલે સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્પાદ-વ્યય સમજવાથી રાગ-દ્વેષ ઓછા થાય છે. સોનાનો ઘડો ભાંગવા છતાં અને મુગુટનો ઉત્પાદ થવા છતાં સોનું તેનું તે જ રહે છે. નથી વધતું કે નથી ઘટતું, કોને માનીને હર્ષ કરવો અને કોને માનીને શોક કરવો ? પુરુષ મનુષ્ય મટીને પશુ થાય એ પણ અવસ્થા માત્ર બદલાઈ છે. પરંતુ જીવ તો તેનો તે જ રહે છે. નટ જેમ વેષ બદલે તેમ અવસ્થા માત્ર બદલાય છે. તેથી હર્ષ - શોક કોને જોઈને કરવાના ? કાચનો ગ્લાસ ફૂટતાં ટુકડા રૂપે પણ દ્રવ્ય તો ઘરમાં છે જ. શું ગયું ? અને શું આવ્યું ? આ જગતના તમામ પદાર્થો માત્ર પરિવર્તનશીલ છે. તેમાં નથી કંઈ હર્ષ પામવા જેવું, અને નથી કંઈ શોક કરવા જેવું. આવી ભાવના ભાવતાં પદાર્થો પ્રત્યે પર્યાય આશ્રયી જે રાગ - દ્વેષ છે. તે દ્રવ્યની ધ્રુવતા સમજાતાં જ નષ્ટ થઈ જાય છે. રાગ – દ્વેષ જવાથી સંસારી ભાવો ઉપર વિરાગ પ્રાપ્ત થાય છે અને તેથી કાળાન્તરે આ જ આત્મા ક્ષપકશ્રેણીમાં આરોહણ કરી વીતરાગ બને છે.
આ જ પ્રમાણે પ્રત્યેક પદાર્થો પોતાના પર્યાયોથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. કારણમાં કાર્ય દ્રવ્યાર્થિક નયથી સત્ છે અને પર્યાયાર્થિક નયથી અસત્ પણ છે. સંગ્રહ નયથી સર્વે પદાર્થો સામાન્ય રૂપ પણ છે અને વ્યવહાર નયથી વિશેષરૂપ પણ છે. આ પ્રમાણે ભિન્નાભિન્ન, સત્-અસત્, સામાન્ય-વિશેષ, નિત્ય
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org