________________
ટીકાનુવાદ :-અહીં “મોહ” એટલે “અજ્ઞાન” એવો અર્થ સમજવો.“મUT પુણ મોટો” ગાથા ૫૯ મીમાં આ અર્થ લખ્યો છે. વળી રાગ - દ્વેષ લખીને મોહ ત્રીજો દોષ જુદો લખ્યો છે તેથી પણ મોહનો અર્થ રાગ - દ્વેષ ન કરવો. પરંતુ અજ્ઞાન અર્થ સમજવો. અનાદિ કાળથી આ આત્મામાં અજ્ઞાન ભરેલું છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી અજ્ઞાની છે જ, તેને દૂર કરવા માટે તેના પ્રતિપક્ષની ભાવના ભાવવી જોઈએ, જેથી કાળાન્તરે અજ્ઞાન દૂર થાય.
અનાદિ મોહ (અજ્ઞાન) છે. માટે સૌ પ્રથમ તેને દૂર કરવા માટે સામાન્યથી જીવ - અજીવાદિ સર્વે પદાર્થોનું યથાર્થ તત્ત્વ વિચારવું. તે તત્ત્વ કેવા પ્રકારનું છે ? તો તે જણાવે છે કે -
આ સંસારના તમામ પદાર્થો “નિમિત્તભેદ વડે ઉત્પાદ - વ્યય અને ધ્રુવતાથી યુક્ત છે” આ પ્રમાણે અનુભવપૂર્વક યુક્તિ વડે વ્યવહારમાં બાધા ન આવે તે રીતે વિચારવું. આ ચર્ચા કંઈક વિસ્તારથી વિચારીએ.
સોનાના ઘટથી એક બાળક રમે છે. તેને જોઈ બીજા બાળકે સોનાનો મુગુટ પહેરવાનો પિતા પાસે ઘરમાં ક્લેશ કર્યો, ઘરમાં બીજા સોનાનો ધારો કે યોગ નથી. તેથી પિતાએ બીજા પુત્રના ક્લેશના નિવારણ અર્થે સોની પાસે સોનાના ઘટમાંથી જ મુગુટ બનાવી આપવાનું કહ્યું. સોની સોનાનો ઘટ ભાંગીને સોનાનો મુગુટ બનાવે છે. તે એક ક્લિામાં ઘટનો વ્યય છે. મુગુટનો ઉત્પાદ છે. અને સુવર્ણની ધ્રુવતા છે. તેથી જ પ્રથમ બાળક રડે છે. બીજું બાળક હરખાય છે. અને પિતા તટસ્થ રહે છે. એક માણસ અહીંથી મરીને ધારો કે પશુના ભવમાં જન્મે છે. ત્યાં માણસપણે વ્યય છે. પશુપણે ઉત્પાદ છે અને જીવપણે ધૃવત્વ છે. એક કાચનો ગ્લાસ હાથમાંથી પડી ગયો અને ફુટી ગયો ત્યાં ગ્લાસપણે વ્યય છે. ટુકડાપણે ઉત્પાદ છે અને પુગલ પણે ધ્રુવત્વ છે. દૂધ જમાવી દહિ બનાવ્યું તેમાં દૂધપણે વ્યય છે. દહીં પણે ઉત્પાદ છે. અને ગોરસપણે ધ્રુવત્વ છે. દેવદત્ત નામનો એક પુરુષ બાળકમાંથી યુવાન્ થયો ત્યાં બાળકપણે વ્યય છે યુવાનપણે ઉત્પાદ છે. અને દેવદત્તપણે ધૃવત્વ છે. ઈત્યાદિ અનેક દૃષ્ટાન્તોથી સમજાય તેમ છે કે કોઈ પણ પદાર્થ પૂર્વપર્યાયથી વ્યય પામે છે. ઉત્તરપર્યાયથી ઉત્પાદ પામે છે. અને દ્રવ્યરૂપે ધ્રુવ છે.
આ પ્રમાણે સર્વે પદાર્થો “ઉત્પાદ વ્યય ધ્રુવ” એમ ત્રણ ધર્મોથી યુક્ત છે. એવું વસ્તુનું સહજ સ્વરૂપ છે જ. તેને ઉપર આપે દષ્ટાન્તોના આધારે અનુભવ
યોગરાત રર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org