SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) વીતરાગ પરમાત્માના વચનને અનુસારે જ આ ચિંતન કરવું. આ તત્ત્વ ચિંતનમાં વીતરાગપ્રભુનું વચન અસાધારણ હેતુભૂત છે. કારણ કે તે આજ્ઞા તત્ત્વના અવબોધમાં પરમકારણ છે. આદિ શબ્દથી શંકાનિવારણ, દ્રઢવિશ્વાસઉત્પત્તિ, તથા પરમશ્રધ્ધાનું પણ કારણ છે. વીતરાગ પ્રભુનું વચન સંપૂર્ણ સત્ય, યથાર્થમાર્ગદર્શક, અને પૂર્વાપર દોષ વિનાનું છે. આ ભોમીયો જેને સાથે હોય છે તે ક્યાંય પણ ભૂલો પડતો નથી. માટે પ્રભુની આજ્ઞાને અનુસારે જ તત્ત્વચિંતન કરવું. ગાથામાં મૂકેલો દઢમ્ શબ્દ અહીં માTM પદમાં જોડી દેવો દૃઢમ્ = અત્યર્થ, અત્યન્ત, મજબૂત રીતે, પાકા પાયે આજ્ઞાપૂર્વક જ વિચાર કરવો. વીતરાગપ્રભુ બળવાનું છે. તેમની આજ્ઞાનું પાલન અને તેમની આજ્ઞા પ્રત્યેનું હાર્દિક બહુમાન નિર્બળને પણ બળવાનું બનાવે છે. સ્વાર્થલંપટ જ્યોતિષીના મીઠા આશ્વાસનના બોલો પણ ભોગી આત્માઓને ભોગપ્રાપ્તિમાં ભારે વિશ્વાસ અને બળ પેદા કરાવે છે તો આ તારક પરમાત્માનાં નિઃસ્વાર્થ પરમ હિતકારક વચનો આરાધકમાં આરાધનાનું બળ લાવે જ, માટે જ તીર્થંકર પ્રભુની આજ્ઞા ઉપર અતિશય બહુમાનપૂર્વક આ તત્ત્વ વિચારવું. (૨) પતિ = એકાન્તમાં આ તત્વ વિચારવું આ દેશ્ય શબ્દ છે. કેટલાક શબ્દો વ્યાકરણના નિયમથી સિદ્ધ થાય છે. તેને વ્યુત્પત્તિ સિધ્ધ કહેવાય છે અને કેટલાક શબ્દો દેશવિશેષમાં અનિયતપણે પ્રસિધ્ધિ માત્ર પામવાથી સિદ્ધ થયા હોય છે. તે શબ્દોને દેશ્ય અથવા દેશીવચન કહેવાય છે. તેમ અહીં આ પઈરિક શબ્દ એકાન્ત અર્થનો વાચક દેશ્ય છે એમ જાણવું. એકાન્ત એટલે વિવિક્ત અર્થાત્ નિર્જન અવસ્થા, જ્યાં માણસોની વારંવાર અવર-જવર ન હોય તેવા સ્થાનમાં આ તત્ત્વચિંતન કરવું. કારણ કે માણસોની વારંવાર અવર-જવર જ્યાં થતી હોય ત્યાં તેઓ ઉપર દૃષ્ટિ પડવાથી, અથવા તેઓની સાથે દષ્ટિ મળવાથી ચાલુ વિચારણામાં વ્યાઘાત = અલના થાય. બીજા વિચારોમાં આત્મા ચાલ્યો જાય. માટે એકાન્ત અવસ્થા વ્યાઘાતના અભાવવાળી હોવાથી ત્યાં ચિંતન કરવું. (૩) સગુપયુવતઃ = સમ્યગૂ પ્રકારે ઉપયોગપૂર્વક તત્ત્વચિંતન કરવું. આ તત્ત્વચિંતનમાં જે જે સામગ્રી જોઈએ તે તે સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલી સામગ્રીની સર્વક્રિયાઓથી સમેત (યુક્ત) થઈને આ તત્ત્વચિંતન કરવું. ભાવાર્થ એવો છે કે કોઈ પણ અભિપ્રેતકાર્ય કરવા માટે એક-બે-કારણો પર્યાપ્ત નથી. પરંતુ સર્વ કારણો TAવલ હ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy