________________
છે. ઈત્યાદિ આત્મક જે સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રથમ વિચારવું. ત્યારબાદ તે રાગાદિને પરવશ થયેલો આ જીવ ક્ષીણધાતુ થવાથી શરીરે રોગી બને છે પરિણામે અકાળે જરાવસ્થા અને મરણ પણ પામે છે. રાગાદિ દોષોનાં શારીરિક રોગો, જરા, અને આદિ શબ્દથી અકાલ મરણ આવાં માઠાં પરિણામો છે એમ બીજા નંબરે વિચારવું. તથા તે રાગાદિમાં અંધ બનેલો આ આત્મા અતિશય આસક્તિ અને અતિશય આર્ત-રૌદ્રધ્યાનથી, તથા તેના માટે જ કરાતાં યુધ્ધો, છળપ્રપંચો અને કાવાદાવાથી આ આત્મા નરક - નિગોદનાં મહા ભયંકર આયુષ્ય બાંધીને અનંત જન્મ-મરણમાં રઝળે છે. આવા માઠા વિપાકો = ફળો આ રાગાદિના છે. એમ ત્રીજા નંબરે વિચારવું.
આ રાગ-દ્વેષ-મોહ એ જ સાચા ત્રણ દોષો છે. અને તે ત્રણે ને દૂર કરવા માટે (૧) સ્વરૂપચિંતન, (૨) પરિણામચિંતન, અને (૩) વિપાકદોષચિંતન, એમ ક્રમશઃ એકેક દોષોનું આમ ત્રણ ત્રણ રીતે તત્ત્વચિંતન કરવું.
વાહ-વાહ-આચાર્યમહારાજશ્રીએ આત્માના ઉત્થાનનો અતિઉત્તમ અને સુંદર કેવો માર્ગ બતાવ્યો ! કેટલાય કોટિ ભવોમાં આવું સમજાવનાર તારક ગુરુજી મળવા અને તેમની વાણી આટલી મધુર લાગવાની પાત્રતા મળવી પણ દુષ્કર માં દુષ્કર છે. હે આત્મન્ ! તું જલ્દી કર, સાવધ થા, પ્રમાદ ન કર, જ્ઞાનીનાં વચનોથી રાગાદિ દોષોના સ્વરૂપનો વિચાર કરવા બેસી જા.
પ્રશ્ન :- મહા ભયંકર શત્રુતુલ્ય આ રાગાદિ દોષોના સ્વરૂપનું ચિંતન કરવા બેસતાં શું કંઈ વિધિ સાચવવાની ? કે ગમે તેમ ચિંતન કરવાનું ?
ઉત્તર :- અવશ્ય વિધિ સાચવવાની, આ સુભટો લુચ્ચા છે. માયાવી છે. બળવાનું છે. નાના છિદ્રમાંથી પણ ઘૂસી જનારા છે. માટે વિધિ અવશ્ય સાચવવાની.
પ્રશ્ન - વિધિ શું? તે કૃપા કરી સ્પષ્ટ કરો. કારણ કે અમારી આત્મહિતની ઝંખના અતિ ઉગ્ર બની છે. હવે રોકી શકાય કે ધીરજ રાખી શકાય તેમ નથી. જલ્દી બતાવો.
ઉત્તર :- નીચે મુજબ ૭ વિધિ સાચવવાની છે. જેમાંની ત્રણ વિધિ આ ૬૦ મી ગાથામાં કહેવાશે અને શેષ ચાર વિધિ હવે પછીની ૬૧ મી ગાથામાં કહેવાશે. કુલ સાત પ્રકારની વિધિ સાચવવાની છે. ત્રીજી અને સાતમી વિધિ અપેક્ષાવિશેષ કંઈક એકરૂપ પણ છે. જેથી સામાન્યથી છ પ્રકારની વિધિ પણ અપેક્ષાવિશેષે કહી શકાય છે.
યોજના છાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org