________________
રીતે ઘટી શકે છે. (૧) અતીતકાળની જેમ જીવકર્મનો સંબંધ અનાદિ છે. (૨) મદિરાપાન-ઔષધિથી વિજ્ઞાનને જેમ ઉપઘાત-અનુગ્રહ થાય છે તેમ મૂર્ત એવા કર્મથી અમૂર્ત એવા જીવને ઉપઘાત-અનુગ્રહ થાય છે. (૩) કંચન-ઉપલની જેમ જીવ-કર્મના અનાદિસંબંધનો પણ અંત આવી શકે છે. આ ત્રણ મુખ્ય વાત જો સમજાઇ જાય તો જીવ જ કર્મથી બંધાય છે અને ઉપાયોના સેવનથી જીવ જ કર્મોથી મુક્ત થાય છે તે સમજાઇ જ જાય. જીવ પરિણામી હોવાથી પરિવર્તનશીલ-પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ અને વ્યયવાળો છે. આવું સુંદર અને વ્યવસ્થિત યુક્તિસંગત સ્વરૂપ હોવા છતાં જેઓ આત્માને એકાન્તે નિત્ય અપરિણામી માને છે અને આ બન્ધ-મોક્ષાદિ જડ એવો પ્રકૃતિના છે. સુખ-દુઃખાદિ પણ જડ એવી પ્રકૃતિના છે એમ માને છે તે સાંખ્યદર્શનાદિને જીવમાં દેખાતા બંધ-મોક્ષ-સુખ અને દુઃખનો ઉપચાર કરવો પડે છે. તથા વળી પ્રકૃતિમાં થતા બંધાદિ અને સુખાદિની આત્મામાં ઉભયમુખદર્પણાકાર પ્રકૃતિને માનીને કલ્પના કરવી પડે છે. એટલે કલ્પિત બંધાદિઅને સુખાદિ આત્મામાં સિદ્ધ કરે છે, જે બરાબર નથી. આત્મારૂપકર્તા વિના જડ એવી પ્રકૃતિ પ્રબંધ-મોક્ષાદિની કર્તા નથી અને સુખ-દુઃખની ભોક્તા પણ નથી. આત્માને કથંચિત્ નિત્ય અને પરિણામી માનવાથી સર્વપ્રશ્નોનો નીકાલ થઈ જાય છે. અને એ જ વાત સાચી છે. જીવને જ સુખ-દુઃખ હોય છે જે સકલ લોકોને સમ્મત છે. કારણ કે સુખનુ મુખ્ય નિબંધન પુણ્ય, અને દુઃખનું મુખ્ય નિબંધન પાપ, તે બન્ને મુખ્યકારણોરૂપ કર્મબંધ જીવને જ હોવાથી સુખદુઃખાદિ જીવમાં જ ઘટી શકે છે. તેથી જો કારણ પુણ્ય-પાપ જીવમાં હોય તો તેના ફળભૂત સુખ-દુઃખ પણ જીવને જ હોય. કેવી સંગત અને સુંદર વ્યવસ્થા છે !
જે જે દર્શનકારો ઉપરોક્ત વાત નથી સ્વીકારતા અને ફતરથા= આનાથી ઊલટું-સુલટું=આડા-અવળું માને છે. તેઓને ઉપરોક્ત પ્રકાર વિના બંધ-મોક્ષાદિ ઘટી શકતાં નથી. કારણ કે આત્મા પરિણામી માને તો જ કોઈ વખત મિથ્યાત્વાદિ બંધ હેતુઓમાં વર્તે ત્યારે બંધ ઘટે અને સમ્યગ્દર્શનાદિ ઉપાયોમાં વર્તે તો મુક્તિ ઘટે, પુણ્યોદયમાં વર્તે ત્યારે સુખ ઘટે અને પાપોદયમાં વર્તે ત્યારે દુઃખ પણ ઘટે પરંતુ જે એકાન્તે નિત્ય જ માને અને પરિણામી સ્વભાવ ન માને તેઓને બંધાદિનાં મુખ્ય કારણો મિથ્યાત્વપરિણામ, સભ્યપરિણામ; પુણ્યોદય, અને પાપોદય જીવમાં ન હોય, તે મુખ્ય કારણોની અનુપપત્તિથી બંધાદિ પણ ન જ ઘટે, અને એક વખત
મેં યોગશતઃ ૧૯૧/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org