________________
કહેવાય છે. જેમ દુનિયામાં હવાની અંદર ઊડતી ધૂળને રજ કહેવાય છે. પરંતુ તે જ રજ તૈલાદિના ડાઘવાળા વસ્ત્રને લાગે અને વસ્ત્રની સાથે એકએક થઈ જાય ત્યારે તેને મેલ કહેવાય છે. રજ જ મેલ બને છે. તેમ કાર્મણવર્ગણા જ કર્મ બને છે. દૂધ-સાકર, લોહ-અગ્નિ, જેમ એકમેક થાય છે. તેમ આત્મા-કર્મ એકમેક થાય છે. આત્માના પ્રદેશ પ્રદેશે કર્મો વ્યાપ્ત થાય છે.
આત્માને આ કર્મ કયારથી લાગ્યું? આ પ્રશ્નનો ઉત્તર મૂળમાં જ આપ્યો છે કે “અનાદિસંબધ્ધ” = આત્મા પણ અનાદિ છે. કર્મ પણ અનાદિ છે. અને આત્મા-કર્મનો સંબંધ પણ અનાદિનો છે. જીવમાં પરિવર્તન પામવાનો સ્વભાવ છે. રાગાદિ કષાયોના સ્વભાવો છે. તથા કાર્મણ વર્ગણામાં તે તે કર્મરૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે. એમ ઉભયમાં બમ્બ બંધક એવા તે તે સ્વભાવો હોવાના કારણે પ્રવાહથી આ કર્મનો સંબંધ પણ અનાદિ છે. પાણી અને માટીમાં જેમ ઓગાળવાનો, અને ઓગળવાનો સ્વભાવ છે. પાણીમાં માટીને બદલે પત્થર નાખો તો ન ઓગળે, અને માટીને પાણીને બદલે પૃથ્વી ઉપર મૂકો તો ન ઓગળે-અર્થાત ઉભયમાં તેવો તેવો સ્વભાવ છે. તેની જેમ જીવ-કર્મમાં પણ બધ્ય-બંધક સ્વભાવ હોવાથી કર્મ વડે આત્મા બંધાય છે.
જ્યારે જે રાગાદિ પરિણામ આવ્યા ત્યારે તેનાથી તે કર્મ બંધાયું. માટે તે તે વિવક્ષિત કર્મ સાદિ છે. પરંતુ જ્યારે એક કર્મ બંધાયું ત્યારે પણ તેની પાસે પૂર્વબધ્ધ કર્મ તો હોય જ છે, તે કર્મ જ્યારે બંધાયું ત્યારે પણ તેની પૂર્વકાળમાં બાંધેલું કર્મ તો જીવ પાસે હતું જ, માટે પ્રવાહથી કર્મનો સંબંધ ન્યાયની રીતિએ અનાદિ છે. એટલે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિનો માનવો એ જ વાત ન્યાયપૂર્વકની છે. જેમ અતીતકાળ અનાદિ છે. પ્રતિદિન એકેક દિવસ ઊગે છે અને આથમે છે એટલે તે સાદિ છે. છતાં ભૂતકાળ અનાદિ છે. તેની જેમ કર્મનો સંબંધ પણ અનાદિ છે. આ દૃષ્ટાન્ત ગ્રંથકારશ્રી આ પછીની પ૫મી ગાથામાં વધારે ખોલે છે, એટલે ત્યાંથી જ જોઈએ.
અહીં મૂળગાથામાં પણ એવું જે પદ છે તેનો અર્થ આચાર્યશ્રીએ ચાન = નીત્યા એવો કરેલ છે. પરંતુ જ્ઞાતે જો અર્થ કરીએ તોપણ અર્થ સંગતિ થાય છે. દૃષ્ટાન્ત વડે આ કર્મસંબંધ અતીતકાલસમાન છે. તે પ૪ |
વિક
છે
છે
.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org