________________
ગાથાર્થ :- કર્મ એ ચિત્ર-વિચિત્ર પુદગલ સ્વરૂપ છે. જીવની સાથે અનાદિ કાળથી જોડાયેલું છે. મિથ્યાત્વાદિ નિમિત્તોથી બંધાય છે. અને ન્યાયપૂર્વક અતીત કાળની સમાન છે. અથવા દ્રષ્ટાન્તથી અતીતકાળની તુલ્ય છે. એ પ૪ ||
ટીકાનુવાદ - રાગાદિ દોષો એ કર્મોદયજનિત આત્મપરિણામ છે એમ પ૩મી ગાથામાં કહ્યું. એટલે પ્રશ્ન થાય છે કે “કર્મ” એ શું વસ્તુ છે ? “આત્મા” શું વસ્તુ છે ? એ બન્નેનો સંબંધ કેવો છે ? ક્યારથી આ સંબંધ થયો છે ? કોનાથી આ સંબંધ થયો છે ? ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો આપવા આચાર્યશ્રી ૫૪ થી ૨૮ ગાથા સુધીમાં કર્મવાદ અને આત્મવાદનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે.
આ સમસ્ત વિશ્વમાં પુદ્ગલદ્રવ્ય ઠસોઠસ ભરેલું છે. જેમાં પરમાણુઓનું પુરણ-ગલન (આવવું અને જવું, જોડાવું અને વિખરાવું) બને તે પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. આ નિર્જીવ છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું છે. રૂપી છે. રજકણોની જેમ અણુસમૂહ રૂપ છે. અણુઓના સમૂહને “અંધ” કહેવાય છે. એકેક સ્કંધમાં બે અણુઓના સમૂહથી યાવત્ સંખ્યાત-અસંખ્યાત-અને અનંત અણુઓના સમુહો પણ હોય છે. તેથી તેના વર્ગીકરણ રૂપે જૈનશાસ્ત્રોમાં આઠભેદો બતાવેલ છે જેને ઔદારિ-વૈક્રિયઆહારક-તૈક્સ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન-અને કાશ્મણ એમઆઠવર્ગણાઓ કહેવાય છે. પછી પછીની વર્ગણાઓ અનંતાનંત અધિક અધિક પરમાણુઓની બનેલી છે. તેમાંની આઠમી કર્મણ વર્ગણાના અણુઓ “કર્મ” બનવાને યોગ્ય છે. તેથી જ તેને “કાર્પણ” = કર્મ બનવાને યોગ્ય વર્ગણા કહેવાય છે.
મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-અને યોગ આ પાંચ કર્મબંધનાં કારણો છે. જ્યારે આત્મામાં ઉપરોક્ત મિથ્યાત્વાદિ કારણો પ્રગટ થાય છે. ત્યારે તેનાથી આ આત્માને કર્મણવર્ગણાના અણુઓનો સમુહ ચોંટે છે. એકમેક થાય છે. અને ચિત્ર-વિચિત્ર અનેક સ્વરૂપે પરિણામ પામે છે. કોઈ અણસમુહ જ્ઞાનને ઢાંકવાના સ્વરૂપે, કોઈ અણુસમૂહ દર્શનને આવરવાના સ્વભાવે, એમ ભિન્નભિન્ન સ્વભાવે પરિણામ પામતા કર્મ પરમાણુઓ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય આદિ અનેક નામે વ્યવહારાય છે. જેના મૂળથી ૮ અને ઉત્તરથી ૧૫૮ સામાન્યથી ભેદો છે. આ કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોના અવબંધક–પ્રતિબંધક=આવારકસ્વભાવવાળા હોવાથી ચિત્ર-વિચિત્ર સ્વરૂપવાળા છે. તેના ભિન્નભિન્ન સ્વભાવને લીધે જ અનેક ભેદો છે. પહેલાં એ કાર્મણવર્ગણા કહેવાય છે. આત્મા સાથે ચોંટ્યા પછી તેને જ કર્મ
- I થાતક ની
R
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org