________________
મળોને કાઢવામાં અપરિપાચિત = અપરિપકવ = પાયા વિનાના ઉપરછલા જ મલ×સન = મલોને કાઢવા તુલ્ય અણઘડ કાર્ય છે. કારણ કે આ રાગાદિ દોષો મૂળથી ન જવાના કારણે કાળાન્તરે આત્માની સ્થિતિ બગાડે. આવું જ્ઞાનીપુરૂષોનું વચન હોવાથી પ્રથમ મુખપાઠ દ્વારા રાગાદિ દોષોનો પરિપાક કરવો વ્યાજબી છે.
તીર્થશ્રવણ” = તીર્થ એટલે મહાસંવેગ પરિણામવાળા અને શાસ્ત્રોનો અત્યંત પારગામી ગીતાર્થ એવા આચાર્ય મહારાજ, કે જેઓ પાસે પ્રસ્તુત ભાવના શ્રતનાં સૂત્રોનો અને અર્થોનો એમ ઉભયનો સારો એવો બોધ છે. અને ગુરુ પાસે વારંવાર તેના પરિશીલન વડે ભાવનામાર્ગનો જેમણે અભ્યાસ કર્યો છે અને ભાવનામાર્ગને જીવનમાં ઉતારી આત્મસાત કર્યો છે. ઇન્દ્રિયસુખોથી વિરક્ત છે. જેઓ મોહરાજાની સામે લડાઈના વ્યુહને સારી રીતે જાણે છે. રાગાદિ ભાવરોગોનું નિદાન, ઔષધ અને તેની ચર્ચાના સંપૂર્ણ જાણકાર છે એવા આચાર્ય તે તીર્થ કહેવાય છે. તેમની પાસે જિનેશ્વર પ્રભુની રાગાદિ ભાવમળોને કાઢનારી વાણી સતત સાંભળવી તે તીર્થશ્રવણ કહેવાય છે. અનુભવી અને ગીતાર્થ આચાર્યનું શરણ કરવાથી અને તેમની પાસે તીર્થશ્રવણ કરવાથી ભાવના મૃતનું વિશેષ સૂક્ષ્મ જ્ઞાન થાય છે. અર્થજ્ઞાન પ્રાપ્ત કરતાં સૂક્ષ્મ પણ સંદેહો દૂર થાય છે, ભાવનાની વૃદ્ધિ થાય છે, રાગાદિન નિમિત્તો આવે ત્યારે આત્મા મજબૂત રીતે ટકી શકે તેવો તૈયાર થઈ જાય છે, ભાવિમાં તેને પતનનો કોઈ ભય રહેતો નથી, કાળાન્તરે બીજાને પણ તારવામાં અવલંબન રૂપ બને છે.
નિશા = ઉપર કહેલા ગુણોયુક્ત જે આચાર્ય તે તીર્થ કહેવાય છે. તેમનાથી ભિન્ન એવા ગમે તે બીન અનુભવી પાસેથી તીર્થશ્રવણ કરવાથી તાત્ત્વિક સમ્યજ્ઞાનની સિદ્ધિ થતી નથી. આત્મા સંદેહમાં પડી જાય, પોતાના સંદેહોનો યથાર્થ ઉત્તર તેઓ પાસેથી મળે નહીં, મોહની સામે યૂહ ઘડતાં આવડે નહીં, અપૂરતા અર્થબોધથી જામ થયેલા રાગાદિ દોષો જાય નહીં, એક વાર નિષ્ફળ ગયા પછી હિંમત હારી જતાં ફરીથી સામનો કરવો અતિદુષ્કર બની જાય, માટે સંવેગી આચાર્ય પાસે જ તીર્થશ્રવણ કરવું.
તથા આ તીર્થશ્રવણ એક-બે વાર કરવું એમ નહીં પરંતુ “નવૃત્ = વારંવાર કરવું. પ્રતિદિન કરવું. તેનાથી મેળવેલું યોગનું સામ્રાજ્ય મજબૂત બને, યોગનો પાયો એવો પાકો-નક્કર થઈ જાય કે જે આ આત્મામાં કુન્નાનાદિને રહેવામાં મહાવિદ્યરૂપ
- I યોગાનક ભ૭૮ it.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org