________________
સૌ પ્રથમ કંઠસ્થ (મુખપાઠ) કરવો. રાગાદિ દોષોના પ્રતિપક્ષોની (એટલે તેને દૂર કરે તેવી) ભાવનાને જણાવનારાં, તેવી તેવી ભાવનાઓથી પ્રતિબદ્ધ (યુક્ત) એવાં જે શાસ્ત્રો, તે ભાવનાશ્રુત, એટલે કે રાગાદિ દોષોના (૧) નિમિત્તોને, (૨) સ્વરૂપને, (૩) અને ફળને પ્રતિપાદન કરનારાં, જે શાસ્ત્રો તે ભાવનામૃત, તેનો શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક ગુરુ આદિની પાસે વિનયયુક્ત અભ્યાસ કરવો. આવાં સૂત્રો અર્થ સાથે કંઠસ્થ કરી લેવાં, સતત મુખપાઠ થઈ જવો તે ભાવનાશ્રુતપાઠ. અન્યથા = જો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આ મુખપાઠ કરવામાં ન આવે અને અવિધિએ અભ્યાસ કરવામાં આવે તો અન્યાયથી મેળવેલા ધનની જેમ આ મુખપાઠથી આત્મકલ્યાણ થતું નથી. માટે વિધિપૂર્વક ભાવનાશ્રુતનો વારંવાર અર્થ સાથે મુખપાઠ બોલવો.
(૨) તીર્થશ્રવણ :
આ પ્રમાણે ભાવનાશ્રુતનો પાઠ અર્થ સાથે કંઠસ્થ થયે છતે અને દરરોજ તેનું પરિશીલન થયે છતે રાગાદિ દોષો બરાબર ઓળખાઈ જાય છે. તેનાં નિમિત્તો સામે આવે ત્યારે સજાગ થવાનો અને તે રાગાદિના પ્રતિસ્પર્ધી નિમિત્તોનો પણ તે જાણકાર બની જાય છે. શરીરમાં જેમ મળો જામ થયા હોય તેમ આ રાગાદિ દોષો જામ થયા છે. તેને મૂળથી કાઢવાના જ છે. એવો કૃતનિશ્ચયી થઈને વારંવાર ભાવનાશ્રુતના પાઠ દ્વારા આ રાગાદિ દોષો રૂપી મળોને એવા પકવે છે કે જેથી તીર્થશ્રવણ'' રૂપ ઔષધિ મળતાં જ તે મળો મૂળથી દૂર થઈ જાય.
જો ભાવનાનાં પ્રતિપાદક સૂત્રોનો મુખપાઠ અને પ્રતિદિન તેનું પરિશીલન કર્યું ન હોય તો તીર્થશ્રવણરૂપ ઔષધ લેવા છતાં તે રાગાદિ દોષો મૂળથી દૂર થતા નથી તે કારણથી મુખપાઠ અને તેના અર્થપરિશીલન દ્વારા જ આ રાગાદિ દોષો દૂર કરી શકાય તેવા છે. રાગાદિ સ્વરૂપ કલેશો આત્મામાંથી દૂર નહીં થવાના કારણે તે તીર્થશ્રવણનો સમ્યબોધ (જેના દ્વારા રાગાદિ દોષો મૂળથી દૂર થઈ જાય તેવું ફળ અપાવનાર એવો યથાર્થબોધ) થશે નહીં. જેમ શરીરમાં મળો જામ થયા હોય તો તેને પ્રથમ પકવવાની વિધિ કરાય છે અને પછી દૂર કરવાની વિધિ કરાય છે કે જેથી કયાંય અલ્પ પણ મળ રહી ન જાય. જો મળો પકવ્યા વિના રેચ લઈ તેને દૂર કરવાનું કામ કરવામાં આવે તો કામચલાઉ શાન્તિ થાય પરંતુ બીજભૂત મળો હજુ હોવાથી કાલાન્તરે તે મળો વધતાં પુનઃ શરીરની સ્થિતિ બગાડે તેની જેમ મુખપાઠ અને પરિશીલન વિનાનું આ “અપાઠ” એવું તીર્થશ્રવણ પણ રાગાદિ
માનવતા કાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org