________________
વસ્ય = તુ-અસ્ય = વળી આ પૂર્વબદ્ધ કર્મોનો,
તથાવેનીયસ્વમાવત્વ = તેવા પ્રકારનો = મંદરસે અને શુભપણે થઈને જ વેદાવાનો સ્વભાવ જ છે. એમ માને છતે,
=
પુરુષારવૈવર્થે = (તેને તોડવાનો) પુરુષાર્થ વ્યર્થ થવાનો પ્રસંગ આવશે, તત્ત્વવ = તે કર્મોનો જ, તથાસ્વમાવત્યુંન - તેવા પ્રકારનો મંદ અને શુભ થવાનો પોતાનો જ સ્વભાવ હોવાના કારણે જ, અન્ય આ પુરુષાર્થનું તેનૈવ = તેવા સ્વભાવવાળા મંદ અને શુભ થવાના સ્વભાવવાળાં કર્મ વડે જ, આક્ષેપાત્ = ખંડન થતું હોવાથી, અંદર સમાઈ જાય છે. આક્ષિપ્ત થઈ જાય છે. સારાંશ કે જો કર્મો સ્વયં મંદ અને શુભ થવાના સ્વભાવવાળાં જ બંધાયાં હોય તો પુરુષાર્થ વ્યર્થ છે. અને જો પુરુષાર્થથી મંદરસ અને શુભ થતાં હોય તો કૃતનાશ અકૃતાગમ દોષ આવે છે.
અને
उच्यते - यत्किञ्चिदेतत् अभिप्रायापरिज्ञानात् । अनियतस्वभावं हि कर्म सोपक्रमं तदेव च पुरुषकारविषयः इत्युक्तदोषाभावः । एतच्च दार्वादी प्रतिमादियोग्यताकल्पम् तथाप्रमाणोपपत्तेः । न हि योग्यान्नियमेन प्रतिमादि, न च तदभावे सति अयोग्यमेतत् । तल्लक्षणविलक्षणत्वात्, तथाप्रतीते: सकललोकप्रसिद्धत्वात् । प्रतिमादिकल्पश्च पुरुषकार इति भावनीयम् । न च दार्वेव प्रतिमाक्षेपकमिति न्याय्यम्, सर्वत्र तत्प्राप्तेः, योग्यस्यापि वाऽयोग्यत्वप्रसङ्गात् । तद्भेदस्य चनैश्चयिकस्यालौकिकत्वात् । लौकिकत्वेऽपि तथाविधयोग्यताभेदात्, तथाविधयोग्यतातुल्यं च कर्मणोऽनियतस्वभावत्वम् ।
?
–
ઉત્તર ઃ- ઉપરોક્ત પ્રશ્ન યત્કિંચિત્ છે. અર્થાત્ તુચ્છ છે. કારણ કે અમારા અભિપ્રાયનું (આશયનું) પુછનારને જ્ઞાન ન હોવાથી આવા પ્રશ્નો થાય છે પરંતુ તેનો ઉત્તર (અમારો આશય) આ પ્રમાણે છે :
આ આત્માએ ભૂતકાળમાં જ્યારે જ્યારે જે જે કર્મ બાંધ્યું છે. તે તે કર્મમાં જ્યાં અનિયત સ્વભાવવાળું બાંધ્યું છે. એટલે કે નક્કી તે જ સ્વભાવે ભોગવાય જ એવા નિયમ વિનાનું જે બાંધ્યું છે. તે તે સોપક્રમી (ઉપક્રમથી તુટી શકે તેવું) બાંધ્યું છે. જેમ કે ખેતરમાં ઘઉં-મગ-તંદુલ જ્યારથી પાક્યા ત્યારથી જ સીઝી શકે'' તેવા પરિવર્તનીય જ પાક્યા છે. તેમ કર્યું પણ પરિવર્તનીય સ્વભાવવાળું જ બંધાયું છે. તેથી તે પરિવર્તન કરવું એ જ પુરુષાર્થનો વિષય છે. ઘઉં-મગ-તંદુલમાં ‘સીઝવાની
યોગગત
{F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org