________________
પ્રશ્ન :- જો બાંધેલાં કર્મો પુરુષાર્થ કરવાથી તોડી શકાતાં હોય તો આ રીતે થવાથી કૃતનાશ અને અકૃતાગમ નામના દોષો આવવાનો પ્રસંગ આવશે. કારણ કે જે કર્મો જ પ્રકારનાં ફળો આપવાના સ્વભાવે બંધાયાં હતાં તે પ્રકારનાં ફળ આપ્યા વિના નાશ પામ્યાં હોવાથી કતનાશ નામનો દોષ લાગે છે. કારણ કે તે = કરેલાં કર્મોનો ભોગવ્યા વિના જ નાશ:= વિનાશ થયો માટે પ્રથમ આ દોષ આવશે. અથવા જે કર્મો અશુભ ફળ આપવાના ભાવે બંધાયાં હતાં તે શુભમાં જો સંક્રમી જતાં હોય તો પણ તેઓમાં અશુભ ફળ આપવાનું જે નિર્માણ કરાયું હતું. તે પ્રમાણે તે કર્મોએ ફળ આપ્યું નહીં માટે પણ કૃતનાશ દોષ આવશે. તથા જે કર્મો તીવ્રરસે બાંધેલાં હતાં તે અપક્રમણ થવાથી મંદરસવાળાં થતાં હોય તો તે કર્મો મંદરસે અકૃત = કરેલાં ન હતાં છતાં મંદરસે ઉદયમાં આમ = આવ્યાં માટે પ્રવૃતામ એમ બીજો દોષ પણ
છો. અથવા અશુભ બાંધેલાં કર્મો શુભમાં સંક્રમી શકતા હોય તો શુભ ફળ -નાપવારૂપે બાંધ્યાં ન હોવા છતાં શુભરૂપે ઉદયમાં આવ્યાં એ રીતે પણ અકૃતાગમ દોષ લાગશે.
ઉપર આપેલા દોષોથી બચવા માટે હવે કદાચ જો એમ કહેવામાં આવે કે બંધાયેલાં આ કર્મો જ તેવા પ્રકારનાં (તીવ્રનાં મંદ થઈને, અથવા અશુભનાં શુભ થઈને સ્થિતિ રસનો અપક્રમ થઈને) જ વેદાય એવા સ્વભાવવાળાં જ બંધાયેલાં હતાં, એમ જો કહો તો તેને તોડવા માટે કરાયેલો આ પુરુષાર્થ વ્યર્થ થશે. કારણ કે આ કર્મો જ્યારે બંધાયાં ત્યારથી તે કર્મો જ મંદ-શુભ અને અપક્રમણ થવાના સ્વભાવવાળાં હોવાના કારણે આ પુરુષાર્થ તેવા સ્વભાવવાળાં તે કર્મો વડે જ આક્ષિપ્ત થઈ જાય છે. અંદર સમાઈ જાય છે. અર્થાત ઊડી જાય છે. નિષ્ફળ સિદ્ધ થાય છે. જો કર્મો જ સ્વયં મંદ અને શુભ થઈને જ વેદાવાના સ્વભાવે બંધાયાં હોય અને પુરુષાર્થ વડે રિવર્તન ન થતું હોય તો તેને તોડવા માટે કરેલો આ પુરુષાર્થ વ્યર્થ સિદ્ધ થાય છે. બને જો પુરુષાર્થ વડેકર્મો મંદ તથા શુભ બનતાં હોય તો કૃતનાશ તથા અકૃતાત્માગમ ષો આવે જ છે. માટે અપક્રમણ માનવું ઉચિત નથી.
ઉપયોગી શબ્દાર્થ આ પ્રમાણે છે :
મચાવેત્રીયસ્વભાવ ભિન્નપણે =તીવ્રરસે અને અશુભપણે વેદવાના (ભોગવવાના) સ્વભાવવાળાં કર્મોનું અન્યથાત્ = ભિન્ન રીતે = અંદરસે અને શુભપણે વેદન થતું હોવાથી,
I યોગરાજ પહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org