________________
ગાથાર્થ ઃ- ઉપરોક્ત ત્રણ ઉપાયોમાં યત્નવિશેષ કરવાથી પ્રાયઃ તે પાપકર્મોનો ઉપક્રમ (વિનાશ) થવાથી ભાવિમાં કોઈ વિઘ્ન આવતું નથી. પરંતુ ગુણ જ પ્રાપ્ત થાય છે. આ જ સાચો પરમાર્થ છે. ।। ૪૯ |
ટીકાનુવાદ :- ભય - રોગ – અને વિષને દૂર કરવાના ઉપાયભૂત એવા આ અધિકૃત (પ્રસ્તુત) (૧) શરણ - (૨) તપ અને (૩) સ્વાધ્યાયમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસારે પ્રયત્નવિશેષ (હાર્દિક પુરુષાર્થ) કરવાથી તે કર્મોનો = એટલે કે પ્રસંગ વશથી પ્રસ્તુત અતિ છે સૂચક કારણ જેનું એવાં તે તે કર્મોનો ઉપક્રમભાવ (વિનાશસ્વભાવ) થવાથી પ્રસ્તુત એવી અરતિથી (સમુત્યુ =) સૂચવાયેલું વિઘ્ન આવતું નથી. અહીં મૂળગાથામાં જે પ્રાયઃ શબ્દ લખ્યો છે તે નિરૂપ ક્રમ એવાં (જે કર્મોનો ઉપક્રમ થઈ જ ન શકે એવાં ચીકણાં નિકાચિત) અકુશલ કર્મો હોતે છતે પ્રાયઃ = ઘણું કરીને આવા ઊંચા ગુણસ્થાનકની પ્રાપ્તિ જ થતી નથી, તે - આટલા ઊંચા ગુણસ્થાનકે આવેલા મહાત્માને આવો નિકાચિત અકુશલકર્મોદય હોવો પ્રાયઃ સંભવિત નથી. છતાં નંદીષેણાદિ મુનિની જેમ કદાચ કોઈ તીવ્રકર્મ બાકી રહી ગયું હોય તો શરણ તપ અને સ્વાધ્યાય સેવવા છતાં તે તીવ્રકર્મ નથી પણ તુટતું, તે જણાવવા માટે મૂળ ગાથામાં પ્રાયઃ શબ્દ લખ્યો છે.
=
આ પ્રમાણે શરણ-તપ-અને સ્વાધ્યાય આ ત્રણ ઉપાયોમાં સતત પ્રવૃત્તિ કરવાથી તત્ત્વ તે નિકાચિત કર્મોથી અન્ય એવાં જે અનિકાચિત કર્મો છે. તે અનિકાચિત કર્મોનો ઉપક્રમ (વિનાશ) થવાથી, તથા તેનો અનુબંધ તુટી જવાથી (તીવ્ર ૨સ મંદ થઈ જવાથી) અવશ્ય ગુણ પણ થાય છે. એટલેકે નક્કી લાભ પણ થાય છે. આવાં કર્મો મંદ થવાથી વિઘ્ન તો આવતું બંધ જ થઈ જાય છે પરંતુ ગુણોની પ્રાપ્તિ થવા રૂપ લાભ પણ અવશ્ય થાય છે. ખરેખર આ જ સાચો પરમાર્થ છે. જો કર્મોનો ઉપક્રમ થતો ન હોત, અનુબંધનો (તીવ્રતાનો) ચ્છેદ થતો ન હોત, અને જેમ કર્મો બાંધ્યાં હોય તેમ ભોગવવાં જ પડતાં હોત તો ધર્મ માટેનો કરાયેલો આ પુરુષાર્થ પણ વ્યર્થ થવાનો પ્રસંગ આવે. માટે શરણાદિ ત્રણ ઉપાયોના આસેવનથી અશુભકર્મોનો અવશ્ય ઉપક્રમ થાય છે.
आह - पुरुषकारेण तर्ह्यपक्रम्यते, एवं च कृतनाशाकृताभ्यागमप्रसङ्ग अन्यथावेदनीयस्वभावस्यान्यथावेदनात्, तथावेदनीयस्वभावत्वे त्वस्य पुरुषकारवैयर्थ्ये तस्यैव तथास्वभावत्वेनास्य तेनैवाक्षेपादिति ।
યોગાત ૧૫/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org