SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આ યોગશતક - યોગબિન્દુ - શાન્તસુધારસ – અધ્યાત્મસાર - જ્ઞાનસારા ઈત્યાદિ ગ્રંથો જ એવા છે કે જેમાં કર્તાઓએ પોતાના હૈયાના ઉદ્દગારો કાઢેલા છે. અમૂલ્ય મંત્રમય શબ્દો ટાંકેલા છે. શેરડી જેમ જેમ ચૂસીએ તેમ તેમ મધુર રસ આપે, ચંદન જેમ જેમ ઘસીએ તેમ તેમ ઉત્તરોત્તર અધિક સુગંધ આપે, તેમ આ ગ્રંથોના પદે પદે શાન્તરસ – અધ્યાત્મરસ ઉત્તરોત્તર અધિક ઝળહળે છે. આ પાઠોની લીનતા – તન્મયતા - એકાગ્રતા એ જ અજ્ઞાનરૂપ ભાવવિષનું અને મોહરૂપ ભાવવિષનું મારક છે. એક ક્ષણ પણ આવા ગ્રન્થોના અધ્યયન વિના વીતાવવી જોઈએ નહીં. મહામૂલ્યવાન આ સૂત્રપાઠ અને અર્થપાઠ અન્ય ભવોમાં, અને માનવના પણ અન્ય જાતીયભવોમાં અપ્રાપ્ય અને દુષ્કર છે. આ પ્રમાણે (૧) પર રાજના ભય પ્રસંગે નગરના ગુપ્ત સ્થાનનું શરણ, (૨) શરીરના રોગોમાં ચિકિત્સાની ક્રિયા, અને (૩) સર્પાદિ વિષમાં ગારૂડિકાદિ મંત્રપાઠ ઉપકારી છે. (આ ત્રણ દૃષ્ટાન્તો છે.) તેની જેમ (૧) સંયમથી પતન કરાવે એવા અશુભ કર્મોદયના ભયપ્રસંગે ગુરુજીનું શરણ, (૨) વાસના સ્વરૂપ રોગપ્રસંગે છઠ્ઠઅમાદિ તપના આસેવન રૂ૫ ચિકિત્સાની ક્રિયા, અને (૩) ભાવવિષ પ્રસંગે સ્વાધ્યાય રમણતા સ્વરૂપ મંત્રજાપ ઉપકારી છે. (આ ત્રણ દાન્તિક છે) અવતરણ :- પ્રવક્તાવનાપનમાર:પ્રસ્તુત આ ત્રણ ઉપાયોના આસેવનથી શું ફળપ્રાપ્તિ થાય તે જણાવે છે - एएसु' जत्तकरणा', तस्सोवक्कमणभावओ पायं । नो होइ पच्चवाओ", अवि 'य गुणो एस० परमत्थो ॥४९॥ “પુ''= મધમતા વિષ યત્ન વUTIFાનુસારે , તચ''= પ્રમતાતિનિન્દન વર્ષ:, ૩પમUTમાવતઃ''उपक्रमणस्वभावत्वात्, “प्रायः"= बाहुल्येन निरुपक्रमाकुशलकर्मभावेतु प्रायो गुणस्थानाप्त्यभावाद् न भवति प्रत्यपायोऽधिकृतारतिसमुत्थः । अपि च गुणस्तदन्योपक मणानुबन्धच्छे दादिना, एषः परमार्थः, अन्यथा पुरुषकारवैयर्थ्यादिति । મોગરાત ની યાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy