________________
સ્થાવર, સર્પ-વિંછી આદિ પ્રાણઘાતક જીવોનું જે વિષ તે જંગમ વિષ, આ બન્ને પ્રકારના વિષમાંથી કોઈ પણ પ્રકારનું વિષ આ શરીરમાં વ્યાપ્ત થયું હોય તો તે તે વિષના પ્રતિસ્પર્ધી, અને દેવાધિષ્ઠિત એવા મિત્રોનો જાપ એ ઉપાય છે. જેમ સર્પના વિષમાં ગારૂડિક મંત્રનો જાપ એ ઉપાય રૂપ છે ઈત્યાદિ. તેની જેમ અજ્ઞાન, અણસમજ, ધી સમજ, કદાગ્રહ, દુરાગ્રહ, મિથ્યાભિમાન, એકાન્તવાદ ઈત્યાદિ રૂપ ભાવવિષ આ આત્મામાં જ્યારે વ્યાપ્યું હોય ત્યારે વાચના-પૃચ્છના-પરાવર્તનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય એ જ પરમ ઉપાય છે. સ્વાધ્યાય એ પરમ મંત્ર છે અને અજ્ઞાન તથા મોહ રૂપ ભાવવિષને હણે છે.
- અજ્ઞાન અને મોહ આ બે અનાદિના જીવને વળગેલા છે. તે જ ભયંકર વિષ છે. તેને દૂર કરવા માટે ગૃહસ્થ જીવનમાં યથાશક્ય, અને સાધુજીવનમાં સતત સ્વાધ્યાયમાં લીન બની જવું જોઈએ. સૂત્રપાઠ-અર્થપાઠમાં આત્માને એવો લીન કરી દેવો જોઈએ કે વિષનો આવેગ જ ઉતરી જાય, મહાત્મા પુરુષોનાં બનાવેલાં સૂત્રો મંત્રાક્ષર સ્વરૂપ હોય છે. તેના કર્તાના ચારિત્રનો પ્રભાવ તેમાં હોય છે. ઉવસગ્ગહરની ભંડારાયેલી બે ગાથા, તથા લઘુશાન્તિનાં ઉદાહરણો જગપ્રસિદ્ધ છે. કેટલાકનું એવું કહેવું છે કે સમજ્યા વગર પ્રતિક્રમણનાં સૂત્રો બોલે જઈએ તેથી શું લાભ? અર્થ સમજીને બોલીએ તો ઠીક, આ દલીલ ઘડીભર સાચી માની લઈએ તો પણ સૂત્રપાઠ કર્યા પછી અર્થપાઠ તરફ પ્રયાણ કરવું જોઈએ, પરંતુ અર્થપાઠના અભાવે સૂત્રપાઠનો નિષેધ કરવો વ્યાજબી નથી. કારણ કે સૂત્ર એ અર્થનો આધાર છે. આધાર વિના આધેયની પ્રાપ્તિ કેમ થશે ? વળી બે માસથી ત્રણ વર્ષ સુધીનાં નાનાં બાળકોને અપાતી વીટામીનવાળી વિવિધ દવાઓનું જ્ઞાન તે બાળકને નથી છતાં દવા અપાય છે, મા-બાપ આપે છે. બાળક ન પીએ તો લાલચ આપીને અથવા પકડીને પણ પીવરાવાય છે. પતાસાની વચ્ચે કડવી ગોળી નાખીને પણ અપાય છે. દવાનું જ્ઞાન બાળકને ન હોવા છતાં પણ અવશ્ય તે દવાનો લાભ બાળકને થાય જ છે. ત્યાં આ દલીલ કેમ કરાતી નથી? બાળકને દવાની તથા તેની શક્તિની ભલે ખબર નથી પરંતુ મા-બાપને તેની ખબર છે. માટે જ બળાત્કારે પણ આપે છે. તેની જેમ ગણધર અને પૂર્વાચાર્યોથી રચિત આ સૂત્રોમાં આત્માના હિતને કરનારું અનેકવિધ વિટામીન ભરેલું છે. તેમ સમજવું જોઈએ અને આત્માને સ્વાધ્યાય રૂ૫ મંત્રપાઠમાં લીન કરવો જોઈએ.
મગફક પો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org