________________
તથા શરીરમાં ચિરકુષ્ટાદિ (લાંબા કાળનો કોઢ રોગ વિગેરે) રોગો ફેલાયા હોય તો અનુભવી અને સુપ્રસિદ્ધ વૈદ્યરાજે બતાવેલી તે રોગ મટાડવા માટેની ચિકિત્સા કરવા રૂપ ક્રિયા કરવી એ જ પરમ ઉપાય છે. તેમ વેદોદયથી સંસારના ભોગો ભોગવવાની વાસના રૂપ રોગ ફેલાયો હોય તો છઠ્ઠાદિ તપ કરવો એ જ ઉપાય છે. અહીં છઠ્ઠતપ લખ્યો છે તો પણ તેનાથી જઘન્ય આયંબીલ અને ઉપવાસાદિ, તથા તેનાથી ઉત્કૃષ્ટ અઠ્ઠમ-અઠ્ઠાઈ આદિ તપો લાદંડન્યાયે સ્વયં સમજી લેવા. વાસના રૂપ કર્મવ્યાધિને રોકવા તપ એ જ ઉપાય છે. કારણ કે તપથી શરીરની ધાતુઓ દુર્બળ થાય, વિકારો શાન્ત થાય, વાસનાઓ ધીરે ધીરે ઘટી જાય, તેનાથી ક્રોધ-કામ પણ ઓછા થઈ જાય, તથા શરીર સુખશીલવૃત્તિવાળું ન બની જાય, ભોગોની સ્મૃતિ ન થઈ જાય, ખાનપાનની આસક્તિ, ધનની આસક્તિ, સ્ત્રીસુખની આસક્તિ વિગેરે પણ ન થઈ જાય તેટલા માટે સતત યથાશક્તિ તપમાં વર્તવું જોઈએ. આયંબીલ - એકાશન આદિ જે તપ આચરે તે પણ સુધાશાન્તિ માટે જ કરે, તેમાં પણ આહારની લોલુપતા ત્યજી દે, આ તપ મોહવિકાર રૂપ કર્મવ્યાધિને દૂર કરવા માટે છે.
શાસ્ત્રોમાં તપ માટે યથાશક્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે શક્તિનું ઉલ્લંઘન કરીને તપ કરવો નહીં. જે તપથી દુર્ગાન થાય, ચક્ષુ આદિ ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ જાય, ધર્મક્રિયાઓમાં શિથિલતા આવે, ઉઠવા-બેસવાની અશક્તિ વધી જાય, સ્વાધ્યાય સીદાય, જયણા પાળવામાં ખૂલના થાય તેવો તપ કરવો નહીં કારણ કે જેમ આ શરીર પૌદ્ગલિક હોવાથી અસાર છે તેમ ધર્મનું સાધન પણ છે. પંચેન્દ્રિયનો ભવ, માનવદેહ પુનઃ દુષ્કર છે. માટે તેનાથી દીર્ધકાળ સાધના સાધી શકાય તે રીતે તપ કરવો. તથા શક્તિને છુપાવવી પણ નહીં, વિષયલંપટ પણ બનવું નહીં.
જેનાથી છ8-અઠ્ઠમાદિ તપ થઈ શકતો ન હોય તેણે પણ વિગઈ ત્યાગ, રસત્યાગ, દ્રવ્યોનો નિયમ, વિવિધ અભિગ્રહો ઈત્યાદિ તપનો પણ અવશ્ય આશ્રય કરવો. વૈદ્યરાજે આપેલી કડવી દવા પીવામાં જેમ શરીરની દયા કરાતી નથી તેમ વાસનારોગ રૂ૫ કર્મવ્યાધિને મટાડવા મનગમતું ભોજન આપવા દ્વારા શરીરની દયા પણ કરવી જોઈએ નહીં.
તથા વિષ બે પ્રકારનું છેઃ (૧) સ્થાવર (૨) જંગમ. અફીણ-ગાંજો-મદિરા, ઝેરી વનસ્પતિમાંથી બનાવેલ વિષ, સોમિલ વિષ, હલાહલ વિષ ઈત્યાદિ જે વિષ તે
- I યોગકારક જપ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org