________________
ગાથાર્થ :- તેવી જ રીતે કર્મોદયજનિત ભયો વખતે અહીં ગુરુ જ શરણ રૂપ છે. કર્મોદયજનિત વાસના રૂપ રોગ સામે તપ રૂપ ક્રિયા એજ ઉપાય છે. અને કર્મજન્ય અજ્ઞાનાત્મક વિષ સામે સ્વાધ્યાય એ જ મંત્રરૂપ છે. તથા આ સ્વાધ્યાય રૂપ મંત્ર જ મોહ રૂ૫ વિષનો પ્રગટ વિનાશક છે. ૪૮ |
ટીકાનુવાદ :- ભય મોહનીયકર્મનો ક્ષય કરવામાં ગુરુ જ શરણ છે. વેદોદય રૂપ કર્મના ઉદય જન્ય વાસનાસ્વરૂપ રોગ તે કર્મરોગ અર્થાત્ કર્મવ્યાધિ, તેનો નાશ કરવામાં છઠ્ઠાદિ તપ એ જ ક્રિયા છે. અને અજ્ઞાનાત્મક વિષ તોડવામાં વાચનાદિ સ્વાધ્યાય એ જ મગ્ન રૂપ છે. વિષ શબ્દ અહીં મૂળગાથામાં નથી તો પણ સામર્થ્યથી (અધ્યાહારથી) સમજી લેવો. તે જ વાતની આચાર્યશ્રી પુષ્ટિ કરે છે કે આ સ્વાધ્યાય જ્ઞાનાવરણીય કર્મથી જન્ય એવા અજ્ઞાનાત્મક વિષનો પ્રગટવિનાશક જ છે. આ વાત અનુભવસિદ્ધ છે. આ પ્રમાણે ટીકાનો શબ્દાર્થમાત્ર કરીને હવે બન્ને ગાથાનો સાથે ભાવાર્થ સમજાવાય છે -
આ બન્ને ગાથામાં ત્રણ પ્રકારના અકુશલકર્મોદયો (એ કારણો), તથા તેના ફળભૂત-કાર્યસ્વરૂપ એવાં ત્રણ પ્રકારનાં ફળો (કાર્યો), અને તેના નાશક એવા ત્રણ પ્રકારના ઉપાયો બતાવ્યા છે. એક દૃષ્ટાન્ત સ્વરૂપ છે. અને બીજું દાર્ટાબ્લિક સ્વરૂપ છે.
જેમ દુશ્મન રાજા ચડી આવે ત્યારે નગરના ગુપ્તસ્થાનનું શરણ એ જ ઉપાય છે. ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે કોઈ મજબૂત મકાનનું શરણ એ જ ઉપાય છે. નદી આદિના પુરમાં ફસાયા હોઈએ તો હોડી, દોરડું પાટીયું, અથવા લાકડાનું શરણું એ જ ઉપાય છે. તેમ સંયમ ગુણસ્થાને આવવા છતાં જ્યારે અરતિ થાય અને તેનાથી પાપકર્મો કરવાના પરિણામો ઉત્પન્ન થાય અને તેનાથી દુર્ગતિ પતનનો ભય, અસમાધિમરણનો ભય, કોઈ દોષ સેવાઈ જવાનો ભય ઉપસ્થિત થાય ત્યારે ધર્મગુરુનું શરણ જ ઉપાયભૂત છે. કારણ કે ધર્મગુરુ એવી સંદર મધુરવાણીથી શીખ આપે, માનવભવ અને સંયમપ્રાપ્તિની દુર્લભતા સમજાવે, મોહના ઉદયનાં માઠાં ફળો સમજાવે, અનેક મહાત્માઓનાં દૃષ્ટાન્તો સમજાવે, કર્મોને તોડવા માટેનું સામર્થ્ય પ્રગટાવે, આપણો આત્મા સ્થિર થાય એવા શિષ્યોના સહવાસમાં જોડે, ઈત્યાદિ પ્રયત્નોથી ગુરુ જ આપણામાં ભાવિમાં આવનારાં પાપકર્મોના ઉદય રૂ૫ ભયનો વિનાશ કરનારા છે. તેથી સતત ગુરુનું શરણ સ્વીકારવું.
Iી ગણતક પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org