________________
યોગ્યતા” હતી જ, તેને પુરુષે અગ્નિ આદિનો સંયોગ આપવા રૂપ પુરુષાર્થથી પ્રગટ કરી છે. તેમ કર્મમાં ઉપક્રમણની યોગ્યતા હતી તે જ પુરુષાર્થથી આત્માએ સિદ્ધ પ્રગટ કરી છે. માટે ઉપરોક્ત દોષનો અભાવ છે.
આ “સોપક્રમપણું” લાકડામાં રહેલી મૂર્તિની યોગ્યતા સરખું છે. મૂર્તિ બનાવવાના ઉદ્દેશથી લાવેલું કાષ્ટ હાલ મૂર્તિ રૂપે નથી પરંતુ તેમાં મૂર્તિ બનવાની યોગ્યતા રહેલી છે. તેથી જ તેનો કલાકાર તે લાકડામાં જ ઘડી ઘડીને સુંદર મૂર્તિ બનાવે છે. એટલે કાષ્ટ મૂર્તિપણે પરાવર્તનીય છે. તેમ કર્મ પણ પુરુષાર્થ વડે પરાવર્તનીય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે તેવી પ્રતીતિ દેખાય છે. ચંદનના કાષ્ટ્રમાં મૂર્તિ બનવાની યોગ્યતા હોવા છતાં પણ કલાકારના ઘડવાના પુરુષાર્થ વિના યોગ્યતા માત્રથી નિયમા પ્રતિમાદિ બની જાય તેવું બનતું નથી. (જો તેમ બનતું હોય તો જંગલમાં રહેલાં ચંદનાદિ કાણોમાં પણ મૂર્તિ બનવાની યોગ્યતા હોવાથી સ્વયં મૂર્તિ બની જવી જોઈએ. પરંતુ બનતી નથી.) તથા જે ચંદનના કાષ્ટમાંથી કલાકારના પુરુષાર્થના અભાવે તે મૂર્તિ ન બની હોય ત્યાં તમારે = તે મૂર્તિ ન બને છતે ન વાયત = આ ચંદનનું કાષ્ટ મૂર્તિ માટે અયોગ્ય કહેવાતું નથી. તેની જેમ કર્મમાં તીવ્રનું મંદ, અને અશુભનું શુભ થવાની પરાવર્તનીયતા રૂપ તથાસ્વભાવ છે જ અને તે પરાવર્તનીયતા પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. એમ જાણવું.
તલમાં તેલ, માટીમાં ઘટ, બીજમાં અંકુરોત્પાદન, તખ્તમાં પટ, કાષ્ટ્રમાં મૂર્તિ અનાજમાં સીઝવાપણું, ઈત્યાદિ દ્રષ્ટાન્તોમાં પૂર્વવર્તી કારણ કાર્યોત્પત્તિમાં યોગ્યતા ધરાવે છે. અને તેને તેને યોગ્ય ઘાણી, દંડચક્ર, જલાદિ, તુરીવેમાદિ, કલાકારાદિ, અને અગ્નિ આદિ નિમિત્તોનો ઉપયોગ કરવા રૂ૫ પુરુષાર્થ મળવાથી પોતપોતાના કાર્યની પ્રગટતા થાય છે. તેમ કર્મમાં પણ પુરુષાર્થથી પરાવર્તનીયતા પ્રગટ થાય છે એમ જાણવું. ઉપરોક્ત તમામ દ્રષ્ટાન્તોમાં નિમિત્તોનો ઉપયોગ કરવા રૂપ પુરુષાર્થ પ્રાપ્ત ન થાય તો પોતપોતાનું કાર્ય ન થવા છતાં તે તે કારણો તે તે કાર્ય પ્રત્યે અયોગ્ય છે એમ નથી જ કહેવાતું. કારણ કે “અયોગ્ય”ના લક્ષણ કરતાં આ કારણો વિલક્ષણ છે. જેમાં તેલ કાર્ય પ્રત્યે રેતી અને તલ, આ બન્નેમાં વર્તમાનકાળે તેલ ન હોવા છતાં રેતી અયોગ્ય છે. જેથી ઘાણીમાં પીલીએ તો પણ તેલની પ્રાપ્તિ થતી નથી, જ્યારે તલ યોગ્ય કારણ છે. ઘાણીમાં પીલે છતે તેલની પ્રાપ્તિ થાય છે. તેની જેમ કર્મ પણ પરાવર્તનને યોગ્ય જ છે. અયોગ્યના લક્ષણથી વિલક્ષણ છે. તેવી પ્રતીતિ પ્રત્યેક
આ મો વન નામ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org