________________
(૧) અસારું જન્મ :- આ સંસારમાં “જન્મ' એ જ અસાર છે. કારણ કે જન્મ અશુચિમાંથી જ થાય છે. જન્મની વૃદ્ધિ પણ નવમાસાદિ સુધી અશુચિમાં જ થાય છે. જન્મ થાય તેને જ પ્રસવ પીડા સહન કરવાની હોય છે. જન્મ એ જ શરીરપ્રાપ્તિનું કારણ છે. અને શરીર એ રોગ – જરા – મરણનું કારણ છે. તેથી પરંપરાએ જન્મ એ જ રોગાદિનું કારણ છે. સંસારી કુટુમ્બીઓનો સંયોગ અને વિયોગ તથા તેના દ્વારા હર્ષ-શોક પણ જન્મવાળાને જ આવે છે. તેથી આ જન્મ એ જ બહુ દુઃખોનું કારણ હોવાથી અસાર છે.
(૨) માશયો નરીનામ = તથા આ સંસાર જરાદિનો આશ્રય છે. જરામરણ-રોગ-શોક-ભય-પરાભવ-ચિંતા-આધિ-વ્યાધિ અને ઉપાધિનો ભંડારજ આ સંસાર છે.
(૩)સુરાઇન વ્યાસ: = શારીરિક, માનસિક, સામાજિક, કૌટુમ્બિક, સગાંસ્નેહીઓના સંયોગ-વિયોગાત્મક, નિર્ધનતા, આદિ અનેક પ્રકારના દુઃખગણથી ભરેલો આ સંસાર છે.
(૪) ના વિમૂતય:- સંસારમાં મળેલી વિભૂતિઓ ધન -યશ-પ્રતિષ્ઠામાન-મોભો – સ્ત્રીસુખ, પુત્રસુખ, પરિવાર સુખ, ગાડી-મોટર-બંગલા હવેલીઓ, રાજપાટ આદિ વિભૂતિઓ ચલિત છે. અર્થાત્ નાશવંત છે.
(૫) અનવસ્થિત નેહા = પરિવારમાં, સગાઓમાં, સ્નેહીઓમાં, અને મિત્રાદિમાં પ્રવર્તતો સ્નેહ અસ્થિર છે. આજે મીઠાશ દેખાય, અને કાલે અબોલા થઈ જાય, આજે મિત્ર હોય એ જ કાલે શત્રુ થઈ જાય છે.
(૬) રાક્ષMવિષયવિષમ = પાંચે ઈન્દ્રિયોના વિષયોરૂપી વિષ, અતિભયંકર છે. સર્પનું વિષ, અફીણાદિનું વિષ, અથવા હલાહલાદિ વિષ આ જીવને ભવમાં એક વાર મારે છે. અને આ પાંચે ઈન્દ્રિયોના વિષયો આ જીવને મોહ – આસક્તિ કરાવવા દ્વારા ચીકણાં કર્મ બંધાવીને ભવોભવમાં રઝળાવે છે. એટલે ભવોભવમાં મારે છે. માટે દારૂણ છે.
(૭) રૌદ્ર પાપવિપાક = વિષયાસક્તિ તથા કષાયોના કારણે બંધાયેલાં તીવ્ર પાપ કર્મોનો વિપાક ભવાન્તરમાં નરક-નિગોદમાં લઈ જવા વડે બહુ જ દુઃખ આપનારો રૌદ્ર-વિકરાલ છે. (૮) પીલરોડનુવચ્ચેન= તથા તે પાપો જો ચઉઠાણીયા રસવાળાં અતિશય
- પ્રયોગશક 17૮l
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org