SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ચીકણાં અને અનુબંધ વાળાં બંધાયાં હોય તો તે અનુબંધ વડે તીવ્ર પીડાકારી છે. ખંધક મુનિના જીવે પૂર્વભવમાં કોઠીંબડાની છાલને ઉતારી પ્રશંસા કરી, તેના દ્વારા અનુબંધ (તીવ્ર-સ) બંધાયો કે પોતાના શરીરની જીવતાં ચામડી ઉતારવાનો ઉપસર્ગ આવ્યો. (૯) મિથ્યાવિત્યં મુહમ્ = સંસારિક સુખ મિથ્યા કલ્પનારૂપ છે. એટલે કે સુખ નથી અને સુખ માની લીધું છે. જેમ ઝાંઝવાનું જલ તે જલ ન હોવા છતાં ‘‘આ જલ છે’’ એમ મિથ્યા વિકલ્પ કરીને તેની પાછળ દોડતું હરણ તૃષા મટાડવાને બદલે વધારે છે, તેવાં ભોગસુખો છે. તથા ખસના રોગવાળાને આવતી ખણજ વાસ્તવિક સુખ ન હોવા છતાં સુખાભાસ છે. તેમ સંસારનાં વિષયસુખો પણ સુખાભાસ રૂપ છે. (૧૦) સવા પ્રવૃત્તો મૃત્યુઃ = યમરાજા (મૃત્યુ) દિન-પ્રતિદિન હંમેશાં નજીક આવી રહ્યો છે, તેમાંથી બચાવનાર કોઈ નથી, આવવાનું છે તે નક્કી છે, પરંતુ ક્યારે આવીને ઊભું રહેશે તેની ખબર નથી, તિથિ-તારીખ-વાર-ટાઈમ જોયા વિના અચાનક જ આવીને ઊભું રહે છે, તેને કોઈ નિકટનું પાત્ર પણ રોકી શકતું નથી. (૧૧) તેથી આ સંસારમાં ધર્મ વિના બીજુ કંઈ કર્તવ્ય જ નથી. એટલે કે ધર્મ વિના બીજુ કંઈ પણ કરવું તે યોગ્ય નથી. સંસારના સ્વરૂપને જણાવનારા આવા પ્રકારના ઉત્તમ વિચારો કરવા જેથી સંસારનો રાગ મંદ થાય, અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. (૩) અરિતમાં ભાવશરણનો પ્રયત્ન ઃ પોતે પ્રાપ્ત કરેલા ગુણસ્થાનકના વિષયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની પ્રતિકુળતાઓના કારણે તથા અનુકુળતાઓના અભાવે તેવા પ્રકારના પૂર્વે બાંધેલા વિચિત્ર કર્મોના ઉદયને લીધે જો અતિ-ઉદ્વેગ-અપ્રીતિ – નાખુશીભાવ ઉત્પન્ન થાય (જેમ મેઘકુમારને સાધુઓના પાદરજના પતનથી થઈ હતી તેમ) તો તે તે પ્રકારે ભાવથી અરિહંત – સિદ્ધ - સાધુ - તથા કેવલી પ્રજ્ઞપ્ત એવા ધર્મનું શરણ ગ્રહણ કરવાનો પ્રયત્ન વિશેષ કરવો. અરિહંત પરમાત્મદિનું ભાવપૂર્વક શરણ એ જ અતિ ઉદ્વેગને ટાળનાર છે. સંયમાદિ ગુણસ્થાનકો પામ્યા પછી જો અરતિ થાય તો ભાવિમાં આવનારા અશુભ કર્મોનું સૂચક છે. જેમ કોઈ દૂત એક રાજાને બીજા રાજાના આવી રહેલા લશ્કરની યાદ આપે છે તેમ સંયમમાં થયેલ અતિ ભાવિમાં આવનારા પત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy