________________
માત્ર અપ્રાપ્તિ જ થાય છે. પરંતુ જો ધર્મપુરુષાર્થ ન કહેવામાં આવે તો વૈદ્યની ક્રિયાના ઉદાહરણથી પરમ અનર્થ થાય છે એમ સમજવું. જેમ રોગીને દર્દની ચિકિત્સા જો ન કરવામાં આવે અથવા ઉલટી ચિકિત્સા કરવામાં આવે તો દર્દ ઘટે નહીં પરંતુ વધે જ, તેની જેમ ધર્મપુરુષાર્થ જો આત્માને ન સમજાવવામાં આવે તો આત્મહિત થતું નથી. પરંતુ વિષય-કષાયની વાસનાઓ વૃદ્ધિ પામતાં અહિત જ થાય છે. || ૨૨૩ |
तस्मात् सदैव धर्मार्थं, शास्त्रयलपरो भवेत् । लोके मोहान्धकारेऽस्मिन्, शास्त्रालोकः प्रवर्तकः ॥ २२४ ॥
તેથી ધર્મ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે હંમેશાં શાસ્ત્રો ભણવા-ભણાવવાના પ્રયત્નમાં તત્પર થવું. કારણ કે મોહ રૂપી અંધકારવાળા આ લોકમાં શાસ્ત્રરૂપી દીપક જ યથાર્થ માર્ગનો પ્રવર્તક છે. (અહીં યોગબિન્દુમાં પ્રથમ અર્ધશ્લોકમાં તસ્માત સરૈવ ધર્માર્થી, શાસ્ત્રયત્નઃ પ્રશસ્યતે એવો પાઠભેદ છે પરંતુ ત્યાં પણ અર્થભેદ નથી તેથી ધર્મનો અર્થી આત્મા હંમેશાં શાસ્ત્ર ભણવા-ભણાવવાના પ્રયત્નવાળો જ પ્રશંસા પામે છે. આવો આ પંક્તિનો અર્થ જાણવો.) | ૨૨૪ ||
शास्त्रं चिन्तामणिः श्रेष्ठः, शास्त्रं कल्पद्रुमः परम् ।
चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं धर्मस्य साधनम् ॥ २२५ ॥
શાસ્ત્ર એ જ શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન છે. શાસ્ત્ર એ જ પરમ કલ્પવૃક્ષ છે. શાસ્ત્ર એ જ સર્વવ્યાપી ચહ્યું છે. અને શાસ્ત્ર એ જ ધર્મનું પરમ સાધન છે. અહીં પણ યોગબિન્દુમાં પાઠભેદ છે. તે આ પ્રમાણે -
पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् ।
चक्षुः सर्वत्रगं शास्त्र, शास्त्रं सर्वार्थसाधनम् ॥ २२५ ॥ શાસ્ત્ર એ પાપ રૂપી રોગને દૂર કરવામાં ઔષધસમાન છે. શાસ્ત્ર એ પુણ્યબંધનો હેતુ છે. શાસ્ત્ર એ સર્વવ્યાપી ચહ્યું છે. અને શાસ્ત્ર એ સર્વ અર્થોને સાધવાનું સાધન છે. તે ૨૨૫ .
न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियाऽपि हि ।
अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला ॥ २२६ ॥
જે આત્માઓની આ શાસ્ત્રને વિષે ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ અન્ધપુરુષની દેખવાની ક્રિયાની તુલ્ય છે. કર્મબંધ કરાવવા રૂપ દોષવાળી હોવાથી અસફળવાળી
મોગલ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org