________________
સૂચવી શકતું નથી, જલાદિના નિમિત્તથી અંકુરો ઉત્પન્ન કરતું બીજ જલાદિ વિના નિષ્ફળ થાય છે, તેમ નિમિત્તશુદ્ધિ વિનાની વન્દનાદિવિધિ પણ વિધિ રહેતી નથી. અમે આ “નિમિત્તશુદ્ધિ” લેશમાત્રથી જ જણાવી છે. તેનો વિશેષાધિકાર તો વિશેષ ગ્રંથોના અનુસારે નૈમિત્તિકશાસ્ત્રોમાંથી જ સ્વયં સમજી લેવો.
લોકવ્યવહારની જેમ યથાકથંચિત (ગમેતેમ-નિમિત્તશુદ્ધિ વિના તથા વન્દનાદિ વિધિવિના) ગ્રહણ કરેલું આ વ્રત તે સર્વથા પ્રતિપત્રવ્રત બનતું નથી. પરંતુ શાસ્ત્રોક્ત વિધિને અનુસારે જ જે વ્રત ગ્રહણ કરાયેલું હોય છે, તે જ વ્રત પ્રતિપત્રવ્રત બને છે. માટે શાસ્ત્રનું જ અવશ્ય અનુસરણ કરવું. જો તેમ કરવામાં ન આવે અને અન્યથા વર્તવામાં આવે તો અવશ્ય વિનો આવે જ છે. પૂર્વે ચર્ચા કરીને સમજાવ્યું છે કે કર્મો સોપક્રમી છે. અશુભનિમિત્તો તેને ઉદયમાં લાવી શકે છે. નિરોગી માણસ પણ વિષપાનથી મરે છે માટે અશુભનિમિત્તો પણ સત્તાગત કર્મોને ઉદયમાં લાવીને પીડે છે, વેદના આપે છે, અને પ્રત્યપાય (વિપ્નો) ઉભાં કરે જ છે. જો એમ ન હોત તો અનંતજ્ઞાની મહાપુરુષો શુભ નિમિત્તોની શુદ્ધિ સાચવવાની આ વાત પણ કરત નહીં. ગ્રંથકારશ્રીએ પોતે જ યોગબિન્દુનામના ગ્રંથમાં ગાથા ૨૨૨ થી ૨૨૬માં આ જ વિષયની પુષ્ટિસૂચક વાત આ પ્રમાણે કહી છે -
उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः ।
धर्मस्तु न विना शास्त्रादिति तत्राइतो भवेत् ॥ २२२ ॥
અર્થ અને કામ આ બે પુરુષાર્થો પ્રત્યે જીવ ઉપદેશ વિના પણ અનાદિ કાળની મોહાધીનતાના કારણે સ્વયં પટુ છે. પરંતુ ધર્મપુરુષાર્થ શાસ્ત્રાભ્યાસ વિના પ્રાપ્ત થતી નથી, તેથી તે શાસ્ત્રાભ્યાસમાં આદરવાળા બનવું જોઈએ. અહીંયોગબિન્દુના ચરમપદમાં “તત્રી હિતઃએવો પાઠભેદ ક્વચિત્ છે. પરંતુ અર્થભેદ નથી ત્યાં શાસ્ત્રાભ્યાસમાં કરાયેલો આદર (પ્રયત્ન) હિતકારકકકલ્યાણકારક છે. એમ અર્થ જાણવો. | ૨૨૨ છે.
अर्थादावविधानेऽपि, तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः, क्रियोदहरणात् परः ॥ २२३ ॥
અર્થાદિ (અર્થ અને કામ) આ બે પુરુષાર્થો જો જીવને કદાચ ન સમજાવવામાં આવે તો પણ મનુષ્યોને તે અર્થ અને કામનો અભાવ (એટલે કે અપ્રાપ્તિ) જ માત્ર થાય છે, બીજુ કંઈ નુકશાન થતું નથી. અર્થાત્ અર્થ અને કામનાં સાધનોની
આ કોમરતક 17 છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org