________________
સૂચક છે. તથા કર્મો પણ આઠ કરણોથી પરિવર્તન પામવાવાળાં છે. એટલે જેમ રોડ ઉપર આવતી લાલ-લીલી લાઈટો ભાવિમાં આવનારા ભય અને નિર્ભયપણાની કર્તા નથી પરંતુ સૂચક છે અને જો તમે લાલ લાઈટમાં જાઓ તો તમારું આયુષ્ય આદિ કર્મો દીર્ઘ હોવા છતાં, જીવન દીર્ઘ જીવવાનું હોવા છતાં બીજી ગાડીની સાથે અથડાવાથી તે કર્મ અપવર્તન પામે છે, અશુભ કર્મોનો ઉદય શરૂ થાય છે, શુભકર્મોનો અશુભમાં સંક્રમ થાય છે. તેમ આ શુકન - અપશુકન પણ ભાવિની પરિસ્થિતિનાં સર્જનહાર નથી, કારક નથી, પરંતુ સૂચક છે. તેથી તેનું જો તમે ઉલ્લંઘન કરો તો તેના નિમિત્તે તમારું કર્મ અપવર્તન - સંક્રમ - ઉદીરણા પામે છે, સુખની સ્થિતિ ચાલી જાય છે અને દુઃખની પરિસ્થિતિ આવે છે.
પ્રશ્ન :- નિશ્ચય નથી તો એમ થવાનું પણ નિયત જ છે ને ?
ઉત્તર :- નિશ્ચય નથી એમ થવાનું ચોક્કસ નિયત છે જ પરંતુ તે કેવળ જ્ઞાનીની દષ્ટિએ નિયત છે. છબસ્થની દૃષ્ટિએ નહીં કારણ કે છદ્મસ્થ સત્તામાં રહેલાં કર્મોનાં પરિણામોને જાણતો નથી અન્યથા જગતના વ્યવહારો ઘટશે નહીં. કોઈ માંદો માણસ મરવાનો હોય તો મરવાનો જ છે અને જીવવાનો હોય તો જીવવાનો જ છે, ડૉક્ટર બોલાવવાની કે દવાખાને લઈ જવાની શી જરૂર ? ભુખ્યો માણસ મરવાનો હશે તો મરશે, જીવવાનો હશે તો જીવશે, ખોરાક-પાણી આપવાની શી જરૂર? માટે વ્યવહારમાં નિયતિવાદ નથી, કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ભાવિના પર્યાય દેખાય છે છાના જ્ઞાનમાં દેખાતા નથી. માટે છઘોએ કેવળજ્ઞાનીનું કહ્યું માનવું જોઈએ તેઓ કરે એમ કરવાનું નથી, પરંતુ તેઓ કહે તેમ કરવાનું છે. ઈત્યાદિ.
તથા વળી શુભાશુભ નિમિત્તાની આ શુદ્ધિ અશુદ્ધિ માત્ર લોકવ્યવહારની જેમ ગમે તેમ સ્વીકારવાની નથી. પરંતુ શાસ્ત્રોના આધારે જ આ શુદ્ધિ અશુદ્ધિ સમ્ય પ્રકારે ઈચ્છવા યોગ્ય છે. કારણ કે આ નિમિત્તો ભાવિમાં આવનારા ઈષ્ટઅનિષ્ઠાદિનાં સૂચક છે. તેથી આ નિમિત્તશુધ્ધિ અવશ્ય અપેક્ષણીય જ છે એટલું જ નહીં પરંતુ સમ્યમ્ અપેક્ષણીય છે. ઈતરથા = જો નિમિત્તશુદ્ધિ સાચવવામાં ન આવે તો વિધિ તે વિધિ રહેતી નથી. કારણ કે તેમ કરવામાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાની વિરાધના લાગે છે. જેમ “૧૦''માં દશકના આંકને સૂચવતું શૂન્ય પણ જો આગળલો એકનો આંક ખેંચી લેવામાં આવે તો એકલું શૂન્ય દશકનો આંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org