________________
હોય તો તે દૂર કરવી, કચરો કાઢવા આદિ વડે ભૂમિ ચોખી કરવી, જળ છંટકાવ, પુષ્પવર્ષા, અને આસોપાલવાદિનાં તોરણોની શોભા આદિ કરવા રૂપ પ્રથમ ક્ષેત્રશુદ્ધિ કરવી. જે વ્રતગ્રહણ કરનારના, કરાવનારના, અને તે વિધિ જોનારા. અનુમોદન કરનારા સમસ્ત સંઘના પરિણામોનું, વીલ્લાસનું, નિર્મળશુદ્ધિનું પરમ કારણ છે. ત્યારબાદ વસ્ત્ર-પાત્ર-ઔષધ અને આહારાદિ ગુરુજીને વહોરાવવા પૂર્વક તત્સત્કાર કરવો તથા ગુરુજીને વંદન કરવું. ત્યારબાદ સ્નાનાદિ કરવા દ્વારા શરીરશુદ્ધિ કરીને તીર્થંકર પરમાત્માની સ્નાત્રાદિ ભણાવવા રૂપ અથવા નવાગે પૂજા કરવા રૂપ જિનપૂજા કરવી. આ પ્રમાણે પ્રથમ ક્ષેત્રશુદ્ધિ, પછી તત્સત્કાર, અને ત્યારબાદ જિનપૂજા કરવા રૂપવિધિ સાચવવી. તથા વંવનારુંપદમાં કહેલા આદિ શબ્દથી ત્યાર પછી ચૈત્યવંદન - ગુરુવંદન અને યથાયોગ્ય કાર્યોત્સર્ગાદિ રૂપ મંગળભૂત કાર્યો કરવાં. વ્રતગ્રહણ એ એક જીવનનું અમૂલ્યકાર્ય છે. તેથી તેની પૂર્વે ઉપરોક્ત મંગલિકકાર્યો કરવા પૂર્વક મંગળભૂત એવું વ્રતગ્રહણ કરવું.
તથા વળી ઉપરોક્ત વંદનાદિ કરવા પૂર્વકની સમસ્ત આ વિધિ નિમિત્તોની શુદ્ધિની પ્રધાનતા પૂર્વક જ કરવી, એમ સમજવું. એટલે કે પોતાની કેપરની કાયાદિમાં રહેલાં નિમિત્તોની શુદ્ધિની પ્રધાનતા પૂર્વક જ વિધિ જાળવવી. પુરુષનું જમણું અંગ અથવા નેત્ર ફરકે તો શુભ અને ડાબું ફરકે તો અશુભ, તથા સ્ત્રીનું ડાબું અંગ અથવા નેત્ર ફરકે તો શુભ અને જમણું ફરકે તો અશુભ, તથા વિધવાનું દર્શન, નાણના દીપકનું બુઝાઈ જવું, નિસ્તેજ થઈ જવું, વ્રતગ્રાહકનો મંદોત્સાહ, અંતઃકરણમાં સ્વજનોના વિયોગનો ડંખ, ઓઘો લઈને નાચતાં પડી જવું, બાજુમાં કોઈનું મૃત્યુ થવું, કલ્પાન્તરૂદન થવું, આ બધાં અશુભનિમિત્તો છે અને તેનાથી વિપરીત તે શુભનિમિત્તે છે. વંદનાદિ વિધિ વખતે આ શુભાશુભ નિમિત્તોની શુદ્ધિ અવશ્ય સાચવવી. એટલે કે શુભ નિમિત્તોનો આશ્રય કરવો અને અશુભ નિમિત્તોનો ત્યાગ કરવો.
પ્રશ્ન :- શું શુભાશુભ નિમિત્તે આપણી ભાવિ પરિસ્થિતિના કર્તા છે ? કે આપણા કર્મો ભાવિ પરિસ્થિતિનાં કર્તા છે? જો કર્મજન્ય જ ભાવિપરિસ્થિતિ હોય તો શુભનિમિત્તનો આશ્રય અને અશુભનિમિત્તોનો ત્યાગ શા માટે કરવો ?
ઉત્તર :- આ આત્માની ભાવિની પરિસ્થિતિ કર્મજન્ય જ છે. શુભાશુભ નિમિત્તજન્ય નથી. પરંતુ શુભાશુભનિમિત્તો ભાવિમાં આવનારી તે પરિસ્થિતિનાં
Iકાર
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org