________________
सारादिशुद्धात् ‘શુભસંસ્થાનમ્ ''= ૩ન્માન-માન-તિ पुरुषलक्षणोपलक्षणमेतत्, "अन्ये= " तन्त्रान्तरीया एवं मन्यन्ते, कार्य तद्योगोचितं जानीयात् इति योगः । तथा वाचंच "शुभस्वरेण” गम्भीरमधुराज्ञा पकादिभेदभिन्नेन तद्योगोचितां जानीयात्। तथा" शुभस्वप्रैश्च" शुक्लस्वप्नरूपैः समुद्र नदी - हूद प्रतरणादिभिः सन्ततेतरभेदभिन्नैः मनो जानीयात् । तत्तद्योगौचित्यमङ्गीकृत्येति प्रक्रमः ।" साधु शुद्धि रिति "= शोभनैव योगशुद्धिः । કૃતિ થાર્થ:। ।। ૪ ।।
ગાથાર્થ :- સુંદર આકૃતિ દ્વારા કાયાની, સુંદર સ્વર વડે વાચાની, અને સુંદર સ્વપ્નો વડે મનની સારી એવી શુદ્ધિ થાય છે. એમ અન્યદર્શનકારો માને છે.
|| ૪૧ ||
ટીકાનુવાદ :- અન્યદર્શનકારો આ ત્રણ પ્રકારની યોગશુદ્ધિ બીજી રીતે પણ જણાવે છે. આ બાબતમાં અન્યદર્શનકારોનો મત અહીં ટાંકતા ગ્રંથકારશ્રીનો આશય એ છે કે આ શુદ્ધિ પણ અમને માન્ય છે. પરંતુ તફાવત માત્ર એટલો જ છે કે આ તન્ત્રાન્તરીયમાન્ય યોગશુદ્ધિ બાહ્ય છે. એટલે એકાન્તે જરૂરી છે એમ નથી. જ્યારે જૈનમત સમ્મત યોગશુદ્ધિ અત્યંતર છે જે એકાન્તે જરૂરી છે. અને જો ઉભય યોગશુદ્ધિ હોય તો સોનામાં સુગંધની જેમ વધુ આવકાર્ય છે.
શરીરના અંગોની ઊંચાઈ-પહોળાઈ-જાડાઈ આદિ પ્રમાણોનું વર્ણન જે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રોને ‘‘સામુદ્રિક શાસ્ત્રો’’ અથવા અંગશાસ્ત્રો કહેવાય છે. તે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શરીરના અંગોની ઉન્માન (ઉંચાઈ-લંબાઈ), માન (જાડાઈ-પહોળાઈ), ગતિ (પગની ચાલ), તથા સારાદિ (સર્વાંગસુંદરતાપરિપૂર્ણઅંગતા) આદિ શબ્દથી કોઢ – રસોળી – ખુંધ આદિ દોષોથી રહિત, દેદીપ્યમાન અને વિશિષ્ટ રૂપ તથા આકૃતિ દ્વારા દેહશુદ્ધિ જાણવી. ઉન્માનાદિ ચાર પ્રકારની જે આ કાયશુદ્ધિ જણાવી તે પુરુષનાં શેષ લક્ષણોના ઉપલક્ષણ રૂપ સમજવી. એટલે કે આ ચારના કથનથી શેષ અંગોની સુંદરતા, પ્રતિભાસંપન્નતા, રૂપવત્તા, આકર્ષક્તા, મહાત્માઓને શોભે એવી દેહાકૃતિ ઈત્યાદિ કાયશુદ્ધિ પણ સમજી લેવી. બહારથી દેખાતી કાયાની પ્રતિભા પણ શ્રોતાઓને ગુણવૃદ્ધિનું અને આકર્ષણનું કારણ બને છે. આવી શુદ્ધિવાળી જે કાયા, તે યોગને ઉચિત કાયા સમજવી એવો ભાવ છે.
યોગશતક ૧૧૪all
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org