SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્તરધર્મના સાધક હોવા જોઈએ તેવી મનગુપ્તિ પાળવા દ્વારા મનની શુદ્ધિ સાચવવી. એમ ત્રણ પ્રકારની યોગશુદ્ધિ સાચવવી. તથા તે તે ગુણસ્થાનકોની અપેક્ષાએ આયોગશુદ્ધિ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટાદિ ભેદો દ્વારા કરવી. દાખલા તરીકે હાલ આપણો જીવ દેશવિરતિધર થયો હોય તો તે ગુણસ્થાનકને યોગ્ય પ્રથમ જઘન્યયોગશુદ્ધિ મેળવવી, પછી મધ્યમ, પછી ઉત્કૃષ્ટ, પછી જ્યારે સર્વવિરતિધર આ આત્મા થાય ત્યારે ત્યાં પણ ક્રમશઃ જઘન્ય - મધ્યમ - અને ઉત્કૃષ્ટ યોગશુદ્ધિ મેળવવી. આ પ્રમાણે ક્રમશઃ વિકાસ થતાં ઉપર-ઉપરના ગુણસ્થાનકની નિકટ જવાય, આરોહણ સરળ અને સફળતાદાયક બને. જેમ યોગશુદ્ધિ ગુણસ્થાનકોની અપેક્ષાએ જઘન્ય-મધ્યમ-અને ઉત્કૃષ્ટ કહી તેમનિજસ્વભાવાલોચન અને જનવાદાવગમની પણ શુદ્ધિ ગુણસ્થાનકોની અપેક્ષાએ જઘન્યાદિ ભેદો યુક્ત સ્વબુદ્ધિથી સમજી લેવી. (૧) ક્રોધાદિ કષાયો ઉપર મજબૂત પકડ રાખવી, (૨) ગુણગ્રાહી બનવું, (૩) નિંદક સ્વભાવનો ત્યાગ કરવો, (૪) કરૂણાળુ બનવું, (૫) પરોપકાર પરાયણ બનવું, (૬) મોટાને માન આપવું. ઇત્યાદિ ગુણો મેળવવા દ્વારા પોતાના સ્વભાવનું આલોચન એવું નક્કર બનાવવું કે પ્રાપ્ત ગુણસ્થાનક દીપી ઉઠે, અત્યંત પરિપક્વ બની જાય, અને સ્વીકાર્યગુણસ્થાનકની ભૂમિકા અદ્દભુત તૈયાર થઈ જાય. વર્તમાનમાં ઠેકાણું ન હોય અને એકદમ કુદકો મારીએ તો પડી જવાય, ઈષ્ટકાર્યની સિદ્ધિ ન થાય. તેવી જ રીતે લોકોમાં આપણે જીવન અકલંકિત, નિષ્પાપ, અશઠ, પંકાયેલું હોવું જરૂરી છે. તેના જઘન્યાદિ ભેદો ગુણસ્થાનકોની ભૂમિકા પ્રમાણે સમજી લેવા - ગૃહસ્થ જીવનમાં ન્યાયસંપદ્રવ્ય આદિ દ્વારા, અને સાધુજીવનમાં પાંચ મહાવ્રત આદિના પાલન દ્વારા લોકવાયકા પણ નિર્મળ હોવી જરૂરી છે. || ૪૦ અવતરણ :- મતાન્તરમમિથાતુમાદ: - આ (યોગશુદ્ધિ)ની જ બાબતમાં અન્યદર્શનીઓના મતાન્તરને જણાવતાં કહે છે કે – सुहसंठाणा' अण्णे० कायं', वायं च सुहसरेणं तु । सुहसुविणेहि च मणं', जाणेज्जा" साहु सुद्धित्ति ॥४१ ॥ મોબશતક - 18 A • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy