________________
“અમનલિમિ:'=ામનાસનસ્થાને “''=સેમ,
વિમૂર્તઃ ?ત્યાદિ “નિરવ '=: વારં માતૈઃ નિરવરવા “શુપરિનેશ'' धर्माविरोधिभिः साधकैर्वा मनः शोधयेत् । एषा योगशुद्धिः । तथा मध्यमादि भेदेन तत्तद्गुणस्थानापेक्षयेत्येवं निजस्वभावालोचनजनवादावगमयोरपिशुद्धिः स्वबुद्धया द्रष्टव्या । इति गाथार्थः । ॥ ४० ॥
ગાથાર્થ :- નિરવદ્ય એવા ગમનાદિ દ્વારા કાયાને, અને નિરવદ્ય એવા ભાષણ દ્વારા વચનને, તથા નિરવઘ એવા શુભચિંતન વડે મનને શોધવું જોઈએ, તેને યોગશુદ્ધિ કહેવાય છે. કે ૪૦ ||
ટીકાનુવાદ -નિરવદ્યએટલે નિષ્પાપઅર્થાત પાપરહિત એવાં ગમન (ચાલવું), આસન (બેસવું), અને સ્થાન (ઉભા રહેવું), આદિ શબ્દથી શયનાદિ દ્વારા કાયાની શુદ્ધિ વિચારવી. નિષ્પાપ એવાં જ વચનોનું ઉચ્ચારણ કરવા દ્વારા વચનયોગની શુદ્ધિ વિચારવી. તથા નિષ્પાપ એવાં જે શુભચિન્તનો, એટલે કે ધર્મનાં અવિરોધિ અથવા ઉત્તરોત્તર ધર્મસાધક એવાં શુભચિન્તનો દ્વારા મનયોગની શુદ્ધિ વિચારવી. આ જ સાચી યોગશુદ્ધિ કહેવાય છે.
કાયાની મુખ્ય પ્રવૃત્તિ ત્રણ છે. ગમન-આસન-અને સ્થાન. જ્યારે કાયા ગમનમાં પ્રવર્તે ત્યારે ઈર્ષા સમિતિ સાચવવી, આસનાત્મક બને ત્યારે પદ્માસન - પર્યકાસન આદિ આસનો સાચવવાં, અથવા અંગ ઉપાંગોને યથાસ્થિત સાચવવાં, વિકારવાસના જન્મ તેમ ખુલ્લાં અને વિસ્તૃત ન રાખવાં, તથા શરીરનો મોહ વધે તેવી રીતે આવૃત્ત પણ ન રાખવાં, અસભ્ય રીતે બેઠક ન કરવી, તથા સ્થાનાત્મક બને ત્યારે કાયોત્સર્ગાદિ આસનો પૂર્વક વિવેજ્યુક્ત કાયા રાખવી, આદિ શબ્દથી જ્યારે કાયા શયનાત્મક બને ત્યારે “વેલુડી પાયવસારે” ગાથામાં કહ્યા મુજબ અંગોપાંગનું સંગોપન કરવા પૂર્વક સંયમભાવની વૃદ્ધિ થાય, પ્રાપ્ત ગુણસ્થાનક શોભાયમાન બને અને સ્વીકાર્યગુણસ્થાનક નિકટ આવે તેવી કાયશુદ્ધિ જાળવવી. - પ્રિય (મીઠું-મધુર), પથ્ય (સ્વ-પરહિતકારી), અને તથ્ય (સાચું-યથાર્થ), એવું વચન બોલવું, તે પણ પરિમિત શબ્દોવાળું જ વચન ઉચ્ચારણ કરવું. આવા પ્રકારની ભાષાસમિતિ અને વચનગુપ્તિ સાચવવાપૂર્વક વચનશુદ્ધિ સાચવવી. તથા મનમાં જે જે વિચારો આવે છે તે વિચારો પ્રાપ્ત ધર્મની સાથે અવિરોધિ હોવા જોઈએ
યોગશાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org